આમચી મુંબઈસ્પેશિયલ ફિચર્સ

મરીન ડ્રાઈવ પર શાઈનિંગ મારી રહ્યો હતો યુવક અને… વીડિયો થયો વાઈરલ

મુંબઈઃ મરીન ડ્રાઈવ એટલે મુંબઈગરાનું શાંતિસ્પોટ, હક્કનો એક એવો ઓટલો કે જ્યાં ભાગ્યે જ કોઈ એવો મુંબઈગરો હશે જે નહીં ગયો હોય. પરંતુ હવે આ જ મરીન ડ્રાઈવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વાઈરલ વીડિયો અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે અને મુંબઈ પોલીસના ભરપેટ વખાણ કરી રહ્યા છે.

મરીન ડ્રાઈવ પર હંમેશા જ સુરક્ષાનો કડક જાપ્તો રાખવામાં આવે છે અને સમુદ્રથી સુરક્ષિત અંતર રાખવાની ભલામણ વારંવાર કરવામાં આવતી હોવા છતાં કેટલાક ઉત્સાહી નવયુવાનો સુધરવાનું નામ જ નથી લેતાં. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક યુવાન મરીન ડ્રાઈવની પાળ પરથી નીચે ઉતરીને પથ્થર પરથી પાણીની નજીક જવાનો પ્રયાસ કરે છે અને ત્યાં જઈને તે ફોટોશૂટ અને વીડિયો બનાવતો જોવા મળે છે. પરંતુ આ ઘટના જોઈને મુંબઈ પોલીસે પણ યુવકને પાઠ ભણાવવાનો નિર્ધાર કર્યો.

વીડિયોમાં યુવક દરિયા કિનારે મૂકવામાં આવેલા ત્રિકોણ આકારના પથ્થરો પર મસ્તી કરતો દેખાય છે દરમિયાન વીડિયોમાં મુંબઈ પોલીસની એન્ટ્રી થાય છે અને પોલીસ તેને ઉપલ બોલાવે છે અને તેને પાઠ ભણાવે છે. યુવકે પણ પોતાની ભૂલ માન્ય કરી પણ મુંબઈ પોલીસે યુવકને સજા આપવાનો નિર્ધાર કરી લીધો હતો. સજારૂપે મુંબઈ પોલીસ યુવકને પુશ અપ્સ કરાવતી જોવા મળે છે.

દરમિયાન આ વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. નેટિઝન્સ આ વીડિયો પર જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે. એચ યુઝરે તો આ વીડિયો પર એવી કમેન્ટ કરી છે કે આ સજા ભોગવીને ભવિષ્યમાં આ ભાઈ આવી હરકત ચોક્કસ જ નહીં કરે.

આ વીડિયો ત્રીજી માર્ચનો હોવાનું કહેવાઈ રહ્યું છે અને તે @yogesh_shankopal_since_1997 નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી 13 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છેઅને 64 હજારથી વધુ લોકો તેને લાઈક કરી ચૂક્યા છે. નેટિઝન્સ આ વીડિયો જોઈને જો તમે પણ મરીન ડ્રાઈવ જાવ તો કાળજી રાખવાની ભલામણ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button