નેશનલ

શું છે રેટ હોલ ટેક્નોલોજી? જે છે તો જીવલેણ પણ આ ઓપરેશન સફળ થવાનું કારણ…

17 દિવસે બાદ આખરે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલક્યારા ટનલમાંથી 41 મજૂરો બહાર આવવાની આશામાં જીવી રહ્યા હતા. રેસ્ક્યુ ઓપરેશનમાં વારંવાર અવરોધો આવ્યા પરંતુ આખરે ગઈકાલે એક સફળતા ચોક્કસ જ રેસ્ક્યુ ઓપરેશન કરનાર ટીમને મળી હતી કે જ્યારે કાટમાળમાં ફસાયેલું ઓગર મશીનના હેડને બહાર કાઢીને મેન્યુઅલી જ ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું

મેન્યુઅલી ખોદકામ શરૂ કર્યા બાદ જે રીતે ખોદકામ કરવામાં આવ્યું તેને રેટ હોલ ટેક્નોલોજી તરીકે ઓળખવામાં આવે છે અને આ ટેક્નોલોજી જ મજૂરો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ હતી. પણ શું તમને ખબર છે કે આખરે આ રેટ હોલ ટેક્નોલોજી શું છે અને આખરે તેને કેમ આટલી બધી વિવાદાસ્પદ માનવામાં આવે છે? એટલું જ નહીં 9 વર્ષ પહેલાં જ એનજીટી એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કેમ આને બેન કરી દીધી હતી?

સૌથી પહેલાં તો વાત કરીએ કે રેટ હોલ માઈનિંગ છે શું? તો આ રેટ હોલ માઈનિંગમાં ખાણમાં કામ કરનારા લોકો ટનલમાં નીચે ઉતરે છે. ખૂબ જ સાંકળી ટનલમાં ઘૂસીને કોલસો કાઢવામાં આવે છે. આ ટનલ એટલી બધી સાંકળી હોય છે કે એમાં ખૂબ જ મુશ્કિલથી એક જ સમયે એક માણસ જઈ શકે છે. પછી એ જ માણસ ઉંદરની જેમ હાથેથી ટનલ ખોદીને કાટમાળ ખસેડે છે. હવે આ જ જોખમી અને જીવલેણ ગણાતી ટેક્નોલોજીની મદદથી 41 જિંદગી બચાવવામાં સફળતા મળી હતી.
હવે આગળ વધીએ અને વાત કરીએ કે રેટ હોલ માઈનિંગ કેમ વિવાદોથી ભરપૂર છે. રેટ હોલ માઈનિંગ ખાણમાં કામ કરનારા લોકોએ માટે ખૂબ જ જોખમી છે અને એટલે જ 2014માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને તેમ છતાં મેઘાલય જેવા રાજ્યમાં તો એનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.

એનજીટીએ આ ટેક્નોલોજી પર પ્રતિબંધ લગાવતા કહ્યું હતું કે આ પ્રક્રિયા ખૂબ જ અવૈજ્ઞાનિક છે, પરંતુ મેઘાલયની ખાંસી અને જયંતિયા પર્વતમાળામાં કે જ્યાં કોલસાની ખાણો આવેલી છે અને અનેક લોકોની રોજી રોટી આ જ ખાણોને કારણે ચાલે છે. આ જ લોકો એનજીટી દ્વારા લાગુ કરવામાં આવેલા આ પ્રતિબંધનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વર્ષે જ્યારે મેઘાલયમાં ચૂંટણી યોજાઈ એ સમયે એક માગ એવી પણ કરવામાં આવી હતી કે એનજીટીએ જે રેટ હોલ ટેકનોલોજીને બેન કરી છે તેને થોડી હળવી કરવામાં આવે, જેથી જે લોકોને આને કારણે આજીવિકા મળે છે એમના પર ઓછામાં ઓછી અસર જોવા મળે.

20219માં સુપ્રીમ કોર્ટે એનજીટી પર લગાવવામાં આવેલા પ્રતિબંધને રદ્દ કર્યો હતો અને વૈજ્ઞાનિક રીતે રાજ્યમાં કોલસાના ખનને અનુમતિ આપી દીધી હતી. એ સમયે રાજ્યમાં નેશનલ પીપલ્સ પાર્ટી અને ભાજપના સમર્થનવાળી સરકારે સુપ્રીમ કોર્ટના ચૂકાદાની ક્રેડિટ લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button