મેગા બ્લોકને કારણે નહીં પણ એક વ્યક્તીએ એવું કંઇક કર્યું કે બધી ટ્રેન તેની જગ્યાએ જ રોકાઇ ગઇ…

નંદુરબાર: રેલવેના વિકાસ કામો માટે અનેકવાર મેગા બ્લોક રાખવામાં આવે છે. મુંબઇ અને પુણે રેલવે સ્ટેશન પર આવા મેગા બ્લોક અનેક વાર હોય છે. જેમે કારણે રેલવે સેવા પ્રભાવીત થતી હોય છે. મધ્ય રેલવેના ભુસાવળ વિભાગમાં મેગા બ્લોક વિકાસના કામો માટે લેવામાં આવે છે.
જોકે નંદુરબાર રેલવે સ્ટેશન પર એક અલગ જ ઘટના ઘટી છે. નંદુરબાર રેલવે સ્ટેશન પર એક વ્યક્તીને કારણે રેલ સેવા ખોરંભાઇ છે. આ એક વક્તીને કારણ તમામ ટ્રેની તેની જગ્યાએ જ ઊભી થઇ ગઇ હતી. આ વ્યક્તી માનસીક વિકલાંગ છે અને તે રેલવેના હાઇ ટેન્શન લાઇન પર ચઢી ગયો હતો. જેને કારણે ઇલેક્ટ્રીક સપ્લાય બંધ કરવામાં આવ્યો હતો અને ટ્રેન તેની જગ્યાએ જ રોકાઇ ગઇ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર એક મંગળવારે એક માનસીક વિકલાંગ વ્યક્તી રેલવેના હાઇ ટેન્શન લાઇન પર ચઢી ગયો હતો. તેથી ઇલેક્ટ્રીક સપ્લાય બંધ કરવાની ફરજ પડી હતી. જેને કારણે ભુસાવળથી સુરત દરમીયાન રેલ સેવા ખોરંભાઇ હતી. વિજ પુરવઠો બંધ થતાં બધી ટ્રેન પણ દોડતી રોકાઇ ગઇ હતી. બધી જ ટ્રેન તેની જગ્યાએ જ રોકાઇ ગઇ. રેલ સેવા ખોરંભાઇ જેને કારણે હજારો મુસાફરો હેરાન થયા હતાં.
આ માનસીક વિકલાંગ વ્યક્તીને હાઇ ટેન્શન લાઇન પરથી નીચે ઉતારવા માટે પ્રશાસન દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવ્યા હતાં. જોકે એ વ્યક્તી સમઝવાની પરિસ્થિતીમાં ન હોવાથી મુસાફરોની ભારે હાલાકી થઇ હતી. આખરે એક કલાકના પ્રયત્ન બાદ તેને નીચે ઉતારવામાં અધિકારીઓને સફળતા મળી હતી. ત્યાર બાદ રેલવેન વિજ પુરવઠો યથાવત કરવામાં આવતાં જગ્યા પર રોકાઇ ગયેલ ટ્રોન ફરીથી પાટા પર દોડવા લાગી હતી.
લગભગ એક કલાક સુધી ટ્રેન સેવા ખોરવાતાં મુસાફરો ફસાઇ ગયા હતાં. અનેક મુસાફરોના આગળના કાર્યક્રમો પણ વિલંબમાં પડ્યા હતાં તો બીજી બાજુ રેલવે કર્મચારઓની દોડધામ થઇ હતી. આ માનસીક વિકલાંગ વ્યક્તીને આખરે નીચે ઉતારીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.