નેશનલ

900 ગર્ભપાત, ડોક્ટરની ધરપકડ, કર્ણાટકના મૈસુરમાં ચાલી રહ્યું હતું સ્ત્રી ભ્રૂણહત્યાનું રેકેટ

બેંગલુરુ: છેલ્લાં ત્રણ વર્ષમાં કથિત રીતે લગબઘ 900 ગેરકાયેદ ગર્ભપાત કરનાર ડોક્ટરની તેની લેબ સાથે બેંગલુરુ પોલીસે ધરપકડ કરી છે. આ આરોપીઓનું નામ ડો. ચંદન બલ્લાલ અને નિસાર છે. મૈસુર શહેરના દવાખાનામાં આ સ્ત્રી ભ્રૂણહત્યાનું રેકેટ ચાલી રહ્યું હતું.

પાછલા મહિનામાં મંડ્યાના શિવલિંગે ગૌડા અને નયમ કુમારની ધકપકડ કરવામાં આવી હતી. આ બંને ઇસમો એખ ગર્ભવતી મહિલાને કારમાં ગર્ભપાત માટે લઇ જઇ રહ્યાં હતાં. પૂછપરછ કરતાં ગર્ભપાત રેકેટની જાણકારી મળી હતી. જેમને દીકરી ન જોઇતી હોય એવા યુગલો તેમની પાસે આવતાં. અલ્ટ્રાસાઉન્ડ સ્કેનમાં ગર્ભ દીકરીનો છે એમ જાણ થતાં ગર્ભપાત કરવામાં આવતો.


આ કેસમાં અત્યાર સુધી ડો. બલ્લાલ અને નિસાર સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હોસ્પીટલની વ્યવસ્થાપક મીના તથા રિસેપ્શનિસ્ટ રિઝમા ખાનની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.


પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ કરતાં અનેક ચોંકાવનારા ખૂલાસા થયા હતાં. લિંગ પરીક્ષણ તથા સ્ત્રી ભ્રૂણહત્યા માટે એક ગોળના યુનિટનો (દુકાનનો) અલ્ટ્રાસાઉન્ડ સ્કેન સેન્ટર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. તપાસ દરમીયાન આ બાબતની જાણ થતાં જ પોલીસે એ ગોળ યુનિટ રક છાપો માર્યો હતો. અને સ્કેન મશીન જપ્ત કરી હતી.


છેલ્લાં ત્રણ વર્ષમાં આરોપી ડોક્ટર તથા તેના સાથીદારોએ મૈસુરના દવાખાનામાં લગભગ 900 ગેરકાયદે ગર્ભપાત કર્યા હોવાની વિગતો પ્રાથમીક તપાસમાં જાણવા મળી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button