નેશનલ

સાત કાશ્મીરી વિદ્યાર્થીઓની પોલીસે કરી ધરપકડ

મામલો વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની હાર સાથે જોડાયેલો છે

શ્રીનગરઃ કાશ્મીર ખીણના ગાંદરબલ જિલ્લામાં શેર-એ-કાશ્મીર યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ ટેક્નોલોજીના શુહામા કેમ્પસમાં વિદ્યાર્થીઓ વચ્ચે સંઘર્ષનો મામલો જાણવા મળ્યો છે. ગાંદરબલમાં પોલીસે તાજેતરની ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ દરમિયાન કથિત રીતે પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરવા બદલ સાત કાશ્મીરી વિદ્યાર્થીઓ સામે કડક ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ કેસ દાખલ કર્યો છે. આ ઘટના કાશ્મીરના ગાંદરબલમાં શેર-એ-કાશ્મીર યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ ટેક્નોલોજીની અંદર મેચ બાદ બની હતી. ઘટના બાદ બીજા દિવસે સાત વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમની કલમ 13 અને ભારતીય દંડ સંહિતાની કલમ 505 અને 506 હેઠળ જાહેર દુષ્કર્મ અને ગુનાહિત ડરાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

આ ઘટનાની ફરિયાદ પંજાબના રહેનારા અને અહીં અભ્યાસ કરનારા એક વિદ્યાર્થીએ નોંધાવી હતી. ફરિયાદી વિદ્યાર્થીએ આરોપ મૂક્યો છે કે કાશ્મીરી વિદ્યાર્થીઓએ “J&K ના કેન્દ્રશાસિત પ્રદેશની બહારના વિદ્યાર્થીઓમાં ડર પેદા કર્યો છે” તેણે વધુમાં જણાવ્યું હતું કે મેચ પુરી કર્યા પછી તેઓએ મારી સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું અને મને આપણા દેશનો સમર્થક હોવા બદલ નિશાન બનાવ્યો અને મને ચૂપ રહેવાની ધમકી પણ આપતા જણાવ્યું હતું કે નહીંતર મને ગોળી મારી દેવામાં આવશે.


ફરિયાદી વિદ્યાર્થીએ હોસ્ટેલની અંદર કથિત સૂત્રોચ્ચારનો વીડિયો બનાવ્યો હતો, જે તેણે પોલીસને સોંપ્યો હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button