વેપાર અને વાણિજ્ય

ફેડરલના વ્યાજદર વધારાના અંતના આશાવાદે વૈશ્ર્વિક સોનું છ મહિનાની ટોચે

મુંબઈ/લંડન: સ્થાનિક ઝવેરી બજારનું સત્તાવાર એક્સચેન્જ ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશન આજે સત્તાવાર ધોરણે ગુરુ નાનક જયંતી નિમિત્તે બંધ રહ્યું હતું. જોકે, આજે લંડન ખાતે ખાસ કરીને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાના અંતના આશાવાદ અને ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં સોનામાં હાજર અને વાયદામાં તથા ચાંદીના ભાવમાં ઉછાળા જોવા મળ્યા હતા. એકંદરે ડૉલર ઈન્ડેક્સની નરમાઈ સાથે ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે એક તબક્કે સત્ર દરમિયાન સોનાના ભાવ વધીને ગત ૧૬, મે પછીની સૌથી ઊંચી ઔંસદીઠ ૨૦૧૭.૮૨ ડૉલરની સપાટી સુધી પહોંચ્યા હતા. જોકે, આજે પણ ડૉલરમાં ૦.૧ ટકા ઘટાડા સાથે નરમાઈ જળવાઈ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૨૦૧૨.૯૨ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૫ ટકા વધીને ૨૦૧૭.૮૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. હાજરમાં ચાંદીના ભાવ પણ આગલા બંધ સામે ૧.૭ ટકાની તેજી સાથે ઔંસદીઠ ૨૪.૭૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. ગત સપ્તાહે જાહેર થયેલા અમેરિકાના જોબ ડેટા અને ફુગાવાના ડેટાને ધ્યાનમાં લેતાં અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાનો અંત લાવવામાં આવે તેવા આશાવાદે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં વૈશ્ર્વિક સોનાએ ઔંસદીઠ બે હજાર ડૉલરની ટેકાની સપાટી કુદાવી હોવાથી આગેકૂચ જોવા મળી રહી હોવાનું ઓએએનડીએનાં વરિષ્ઠ વિશ્ર્લેષક ક્રેઈગ એર્લામે જણાવતાં ઉમેર્યું હતું હાલ સોનાના ભાવ ૫૦, ૧૦૦ અને ૨૦૦ દિવસની દૈનિક સરેરાશ ભાવસપાટીની ઉપર પ્રવર્તી રહ્યા છે અને ઑગસ્ટ ૨૦૨૦ની ઐતિહાસિક ઔંસદીઠ ૨૦૭૨.૪૯ ડૉલરની ઊંચી સપાટીથી માત્ર ૬૦ ડૉલર દૂર છે. હવે રોકાણકારોની નજર આગામી બુધવારે જાહેર થનારા અમેરિકાના ત્રીજા ત્રિમાસિકગાળાના જીડીપીનાં ડેટા પર અને ગુરુવારે જાહેર થનારા પર્સનલ ક્ધઝમ્પશન એક્સપેન્ડિચર ઈન્ડેક્સ પર સ્થિર થઈ છે. સામાન્યપણે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારા માટે ફુગાવાના ડેટાને ધ્યાનમાં લેતી હોય છે. સીએમઈના ફેડ વૉચ ટૂલ અનુસાર ૬૦ ટકા બજાર વર્તુળોનું માનવું છે કે ફેડરલ રિઝર્વ મે મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરશે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…