ગુજરાત ટાઇટન્સનો નવો કેપ્ટન બન્યો શુભમન ગિલ
આઇપીએલ ૨૦૨૪
અમદાવાદ: મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક પંડ્યાની વાપસી બાદ ગુજરાત ટાઈટન્સે આઈપીએલ ૨૦૨૪ પહેલા ટીમના નવા કેપ્ટન તરીકે શુભમન ગિલની પસંદગી કરી હતી. ગુજરાત ટાઇટન્સ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે શુભમન ગિલ એવી ટીમનું નેતૃત્વ કરશે જેમાં અનુભવ અને યુવા ઉત્સાહનો અનોખો સમન્વય હશે, જે ગુજરાત ટાઇટન્સની ઓળખ છે. ગિલે ગુજરાત માટે ૩૩ ઇનિંગ્સમાં ૪૭.૩૪ની સરેરાશથી ત્રણ સદી અને આઠ અડધી સદીની મદદથી ૧,૩૭૩ રન કર્યા છે. ઓપનિંગ બેટ્સમેન માટે છેલ્લી સીઝન યાદગાર રહી હતી. તેણે ૧૭ મેચમાં ૫૯.૩૩ની સરેરાશથી ત્રણ સદી અને ચાર અડધી સદી સાથે ૮૯૦ રન કરી ઓરેન્જ કેપ જીત્યો હતો. કેપ્ટનની જવાબદારી મળવા પર શુભમન ગિલે કહ્યું હતું કે ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશિપ સંભાળવા બદલ મને આનંદ અને ગર્વ છે અને આટલી સારી ટીમનું નેતૃત્વ કરવા માટે મારા પર વિશ્ર્વાસ કરવા બદલ ફ્રેન્ચાઇઝીનો આભાર. અમારી બે સીઝન શાનદાર રહી છે અને હું ટીમનું નેતૃત્વ કરવા આતુર છું.
નોંધનીય છે કે ગુજરાત અને મુંબઈ ફ્રેન્ચાઈઝી વચ્ચેના ટ્રેડ પછી ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા તેની પ્રથમ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ગયો હતો. હાર્દિકે ૨૦૨૨માં ગુજરાતની પ્રથમ સીઝનની શાનદાર શરૂઆત કરી હતી કારણ કે તે જ વર્ષમાં ગુજરાતની ટીમે ટ્રોફી જીતી હતી. ઉ