શિયાળામાં તાવને અવગણશો નહીં, થઈ શકે મોટી તકલીફ
સમજણ – ભરત પટેલ
વાઈરલ ફિવર એક એવી બીમારી છે જેની ઝપટમાં હર કોઈ આવી જાય છે. ઘણા લોકો શિયાળામાં આવેલા તાવને અવગણે છે અને ટૂંકમાં જ તેઓ એક-બે અઠવાડિયા માટે પથારી ભેગા થાય છે.
મોસમ બદલાતાં વાઈરલ ફિવર થવું કોઈ મોટી વાત નથી, પણ મોસમ બદલાતાં આપણે સતર્ક રહેવાની જરૂરત છે.
ડોક્ટરોનું કહેવું છે કે મોસમ બદલાતાં ઇન્ફેકશનનો ખતરો કઈ ગણો વધી જાય છે. એ સમયે આપણે ઘણી બીમારીઓનો શિકાર થઈ શકીએ છીએ. જેમાંની એક બીમારી વાઇરલ ફિવર છે.
વાઇરલ ફિવર એક એવી બીમારી છે જેની ઝપટમાં દર વરસે લાખો લોકો આવી જતાં હોય છે. વાઈરલ ફિવરને ઘણાં લોકો અવગણે છે અને ત્યારબાદ તેઓ એક-બે અઠવાડિયા માટે પથારી ભેગા થઇ જાય છે.
વાઈરલ ફિવરનો શિકાર થતાં જ તેનો ઉપચાર કરવો ખૂબ જરૂરી છે. તો ચાલો આપણે જાણી લઈએ વાઈરલ ફિવરને:
વાઈરલ ફિવર શું છે?
મોસમ બદલાતાં જ ઈન્ફેકશન વધી જાય છે અને આવનારા તાવને વાઈરલ ફિવર કહેવામાં આવે છે. આ તાવ બહુ ચેપી હોય છે અને આપણી આસપાસના લોકોને પ્રભાવિત તુરંત કરી લે છે.
વાઈરલ ફિવરના લક્ષણો:
૧. માથામાં દુ:ખાવો
૨. તાવ આવવો
૩. ખાંસી થવી
૪. ગળામાં દુ:ખાવો થવો
૫. આંખોથી પાણી વહેવું
૬. મોઢામાં સ્વાદ બદલાઈ જવો
૭. ભૂખ ઓછી લાગવી
૮. પેટમાં દુ:ખાવો
૯. ઊલટી થવી
૧૦. શરીરનું તાપમાન ઝડપથી વધવું અને ઘટવું
વાઈરલ ફિવરથી છુટકારો કેમ મેળવશો:
વાઈરલ ફિવરમાં જરાપણ લાપરવાહી તમારી તબિયત વધુ બગડી શકે છે. તાવ આવતાં તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો, કેમ કે આ તાવ એક દિવસમાં ઠીક નહીં થાય. કમ સે કમ એક અઠવાડિયું અથવા તેથી વધુ સમય રહી શકે છે એટલે તાવ આવતાં ગભરાવવું નહીં અને તુરંત તમારા ફેમિલી ડોક્ટરનો સંપર્ક કરવો. ડોક્ટરના માર્ગદર્શનથી જરૂરી ટેસ્ટ કરાવી લેવાં જેથી બીમારીનો ખરો ઈલાજ સમયસર થઈ શકે.
વાઈરલ ફિવરના કંઈક ઘરેલું ઉપચાર:
૧. આદુંવાળી ચા પીવી
૨. તુલસીના પાનનું સેવન કરવું
૩. લવિંગ અને મરીનો કાઢો પીવો
૪. હર્બલ ચાનું સેવન કરવું.