તરોતાઝા

મહિલા વર્ગે પ્રવાસ-પર્યટન કે લાંબી મુસાફરીની વિશેષ કાળજી રાખવી

આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહમાં ગ્રહમંડળમાં રાજાદી ગ્રહ
સૂર્ય વૃશ્ર્ચિક રાશિ
મંગળ- વૃશ્ર્ચિક રાશિ
બુધ – ધન રાશિ
ગુરુ – મેષ રાશિ વક્રીભ્રમણ
શુક્ર – ક્ધયા રાશિ તા. ૨૯ તુલા રાશિ
શનિ – કુંભ (સ્વગૃહી) રાશિ
રાહુ- મીન રાશિ વક્રીભ્રમણ
કેતુ- ક્ધયા રાશિ વક્રીભ્રમણ
રાશિમાં રહેશે.

વિ.સં.૨૦૮૦ નૂતનવર્ષની શરૂઆત પડતર દિવસ સાથે ભાંગી તિથિ થયેલ હોવાથી આરોગ્ય બાબતે વિશેષ કાળજી રાખવી જ રહી !!

સપ્તાહથી શરૂઆતથી વાઇરલ ફિવર ભરડો લે તેવા ગ્રહોના એંધાણ સૂચવે છે.

‘વૃશ્ર્ચિક સંક્રાંતિ’

અંશાત્મકમાં સૂર્ય-મંગળ નૈસર્ગિક કુંડળીથી અષ્ટમભાવે જવાથી દાઝવાના તેમ જ મોં સંબંધિત રોગો વકરે. યોગ્ય દાક્તરને નિદાન કરાવી દવા લેવી. શનિ માર્ગી થયેલ હોવાથી અસાધ્ય કે લાંબા સમયથી પીડિત દર્દીઓનું આરોગ્ય સુધરશે. મહિલા વર્ગે પ્રવાસ-પર્યટન કે લાંબી મુસાફરીની વિશેષ કાળજી રાખવી.

(૧) મેષ રાશિ (અ, લ, ઇ):- માથાનો દુખાવો સતત જણાય. જમવામાં રસ, રૂચી ન જણાય, પરંતુ મોડી રાત્રિએ ભૂખ લાગવાથી આરોગ્ય બગાડે. નિત્ય શિવલિંગ પર જળાભિષેક સાથે ચોખા ચડાવશો.
અનુકૂળતા મુજબ દાન કરશો.

(૨) વૃષભ રાશિ (બ, વ, ઉ):- આંખોમાં ચશ્માના નંબર વધી શકે. છાતી પર સાધારણ તકલીફ વર્તાય.
સત્યનારાયણના મંદિરે દર્શન કરશો. ધરે કે ઑફિસમાં માતાજીને દીવો દરરોજ કરશો.

(૩) મિથુન રાશિ (ક, છ, ઘ):- સમયસર ઊંઘ ન આવવાથી આરોગ્ય બગાડે. પાચનશકિત મંદ લાગે. બજારુ ચીજવસ્તુઓ ખાશો નહીં. એક મુઠ્ઠી મગ દેવાધિદેવ મહાદેવજીને અર્પણ કરશો. અવિરત ગુરુ મંત્ર જાપ કરશો.

(૪) કર્ક (હ, ડ):- સીઝનલ રોગો એટેક કરી શકે. સામાન્ય તાવ આવી શકે. આદું-તુલસીનો રસ પીવો.
સૂર્ય, ચંદ્ર ગ્રહના જાપ કરશો. માનસિક ભય-ચિંતાઓ રાખશો નહીં.

(૫) સિંહ (મ, ટ):- કબજિયાતની ફરિયાદ બની રહે. હરસ, મસાની તકલીફ હશે તો વધી શકે. જરૂર પડે આયુર્વેદિક દવાઓ લેવી. જીવદયા કરશો તેમ જ સૂર્ય ગ્રહના જાપ કરવા.

(૬) ક્ધયા (પ, ઠ, ણ):- થાઇરોઈડ હોય તો યોગ્ય કાળજી રાખવી આવશ્યક. કમર સાથે પગ ઝકડાવાની શિકાયત મળે. નિષ્ણાત દાક્તરની સલાહ મુજબ દવાઓ ખાવી. સપ્તાહના અંતે ગામતરા ટાળવા.

(૭) તુલા (ર, ત):- આ સપ્તાહ આરોગ્ય માટે મધ્યમ રહેશે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ સંભાળવું.બહારનું પાણી કે ચીજ-વસ્તુ ખાસો નહીં. કાલભૈરવ કવચ પાઠ કરવું.

(૮) વૃશ્ર્ચિક (ન, ય):- ભગંદરની સમસ્યાઓ વધે. ગુપ્તાંગ ભાગે બળતરાઓ વધે. મહાદેવજીને નિત્ય જળાભિષેક કરશો. કાલભૈરવના મંત્ર જાપ કરશો.

(૯) ધન (ભ, ધ, ફ, ઢ):- આરોગ્ય માટે શુભ સમય. સપ્તાહના અંતે અચાનક ચક્કર આવવાની સંભાવના.
ગુરુ ગીતા પઠન કરશો. સાત અલગ-અલગ ધાન્ય મિશ્ર કરીને પંખીને ચણ નાખશો તેમ જ ગુપ્ત દાન કરશો.

(૧૦) મકર (ખ, જ):- ગુદાના ભાગે સુઝન આવી શકે. હઠીલા દર્દો યથાવત્ રહે. હનુમાન ચાલીસાના કરશો તેમ જ કાચા તેલનો દિપક કરીને મનોમન દર્શન કરશો.

(૧૧) કુંભ (ગ, શ, સ):- આ સપ્તાહ આરોગ્ય માટે સામાન્ય બની રહેશે. જૂની બીમારીઓ નિયંત્રિત થશે. શનિ ગ્રહના મંત્ર જાપ કરશો. મહાદેવજીના દર્શન ઉત્તમ બની રહેશે.

(૧૨) મીન (દ, ચ, ઝ, થ):- પાતલા ઝાળા થવાની શક્યતાઓ. આંતરડામાં સોજો હોય તો વધી શકે. નવગ્રહ પૈકી શનિ ગ્રહનું દાન શનિવારે કરશો.

આ સપ્તાહની શરૂઆત ભગવાન કૃષ્ણને યાદ કરીને દિનારંભ કરશો.
આકસ્મિક માવઠાં આવવાના ગ્રહોના એંધાણ સૂચવે છે. સપ્તાહના અંતે મચ્છરનો ઉપદ્રવ વધવાથી તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ઉલટી સાથે ડેન્ગ્યૂ ભરડો લઈ શકે માટે યોગ્ય સાફ સફાઈ કરાવવી. નિયમિત તુલસી ક્યારે સંધ્યા સમયે દીપ કરશો.

યોગ્ય માર્ગદર્શન વગર યોગ, પ્રાણાયામ તેમ જ ધ્યાનયોગ ના કરશો. ગરીબો કે ભિક્ષુકોને ગરમા ગરમ ચા પીવડાવશો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button