આમચી મુંબઈમહારાષ્ટ્ર

કેટલાક લોકોને આનંદ દીઘેના જીવનચરિત્રના કેટલાક ભાગ કેટલાક લોકોને ગમ્યા નહોતા: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે કહ્યું હતું કે દિવંગત નેતા આનંદ દીઘેએ કોઈપણ સત્તાવાર પદ ધારણ કર્યા વગર નાગરિકોનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે આનંદ દીઘે એકનાથ શિંદેના ગુરુ છે.

આનંદ દીઘેના જીવન પર આધારિત ફિલ્મ ધર્મવીરના બીજા ભાગ ‘ધર્મવીર-2’ના મુહુર્ત વખતે શિંદેએ કોઈનું નામ લીધા વગર થાણેમાં કહ્યું હતું કે કેટલાક લોકોને પહેલા ભાગમાં કેટલાક પ્રસંગો જે રીતે દર્શાવવામાં આવ્યા હતા તે ગમ્યું નહોતું.

જોકે, પરિસ્થિતિઓ હવે એવી થઈ ગઈ છે કે લોકોને ગમે કે ન ગમે અમે જ નિર્ણાયક સત્તાધીશ છીએ, એમ પણ તેમણે કહ્યું હતું.

અમારો સંપૂર્ણ અને અંતિમ નિર્ણય છે અને અમને જે સાચું લાગી રહ્યું છે તે જ રસ્તે અમે આગળ વધી રહ્યા છીએ, એમ તેમણે કહ્યું હતું.

ગયા વર્ષે રજૂ થયેલી ફિલ્મને કારણે આનંદ દીઘેની ખ્યાતિ આખા વિશ્ર્વમાં પહોંચી છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આ ફિલ્મને 17 એવોર્ડ મળ્યા છે. તેમણે આ ફિલ્મ માટે કલાકરો અને કસબીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button