ફ્લાઈટમાં પોતાની સીટ પર પહોંચી પ્રવાસી અને જોયું કે સીટ પર તો…
પુણેઃ શું થાય જ્યારે તમે મોંઘાભાવે ફ્લાઈટની ટિકિટ ખરીદો અને જ્યારે તમે ફ્લાઈટમાં તમારી સીટ પર પહોંચો અને જુઓ કે તમારી સીટ પરથી કુશન જ ગાયબ છે તો? આ સવાલ સાંભળીને તમે કહેશો કે તો આવું રેલવે, પાર્ક, બસ વગેરેમાં તો ઘણી વખત થયું છે, પણ આવું પ્લેનમાં તો નથી થયું. પણ બોસ હકીકતમાં આવું બન્યું છે અને ઈન્ડિગોની ફ્લાઈટમાં.
આખી ઘટનામાં વિશે વિસ્તારથી વાત કરીએ તો સાગરિકા પટનાયક નામની મહિલા સાથે બન્યું હતું. ઈન્ડિગોની ફ્લાઈટમાં પ્રવાસ કરી રહેલી સાગરિકાએ પોતાનો અનુભવ શેર કરતાં જણાવ્યું હતું કે મેં રવિવારે સવારે પુણેથી નાગપુર જવા માટે ઈન્ડિગો ફ્લાઈટમાં ટિકિટ બુક કરી હતી. જ્યારે હું મારી સીટ પર પહોંચી તો મેં જોયું કે સીટ પરથી જ કુશન નહોતું. જ્યારે મેં કેબિન ક્રુને આ ઘટનાની જાણ કરી ત્યારે તેણે મને કહ્યું કે જુઓ ત્યાં ક્યાંક નીચે પડ્યું હશે. પરંતુ મને ક્યાંય એ તકિયો નહીં મળ્યો.
થોડીવાર બાદ કેબિન ક્રુ એક એક્સ્ટ્રા કુશન સાથે આવી અને તેણે સાગરિકાની સીટ પર એ કુશન મૂકી દીધું હતું. જોકે, આ આખા મામલે સાગરિકા દ્વારા એવો સવાલ ઉપસ્થિત કર્યા હતો કે આખરે સીટ પરથી કુશન કેવી રીતે ગાયબ થઈ શકે છે? ઈન્ડિગો જેવી એરલાઈન બ્રાન્ડ પાસેથી તો ચોક્કસપણે આવી અપેક્ષા ના કરી શકાય.
આ આખી ઘટના વિશે ઈન્ડિગોના સૂત્રોએ એક અખબારને જણાવ્યું હતું કે પહેલાંવાળા કુશનને બદલાવવા માટે કાઢવામાં આવ્યું હતું, કારણ કે એ ગંદુ હતું. વિમાનની ક્લીનલીનેસની રેટિંગ તપાસવા માટે એક વધારાનું કુશન આપવામાં આવ્યું હતું.
સોશિયલ મીડિયા પર આ વાતનો ખુલાસો કરતાં એરલાઈન્સ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે ઘણી વખત સીટ કુશનને એના વેલ્ક્રોથી અલગ થઈ જાય છે અને અમારા ક્રુ મેમ્બર્સ પાછા એને લગાવે છે. અમે કસ્ટમરની આ સમસ્યા નોચ કરી લીધી છે અને એમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં તેઓ વધુ સારી સેવા પૂરી શકશે.