દુનિયામાં રહેવા માટે સૌથી સસ્તા દેશ કયા?
તમને ક્યારેક એવો વિચાર આવ્યો હશે કે દુનિયામાં રહેવા માટે સૌથી સસ્તો દેશ કયો હશે? દુનિયામાં જે રીતે મોંઘવારી વધી રહી છે એ જોતા આવો વિચાર આવવો પણ સ્વાભાવિક છે. ક્યારેક એવો વિચાર આવી જાય કે આવા સસ્તા દેશમાં જઇને રહેવું જોઇએ, જ્યાં જીવનનિર્વાહનો ખર્ચ એકદમ ઓછો હોય. તો ચાલો અમે તમને જણાવીએ કે એવા કયા દેશ છે જે રહેવા માટે સસ્તા છે.
આ યાદીમાં સૌથી પહેલું નામ એક એવા દેશનું આવે છે જે જાણીને તમે પણ ચોંકી જશો. આ દેશમાં રહેવાનું સૌથી સસ્તું છે. વર્લ્ડ ઑફ સ્ટેટિસ્ટીક્સ અનુસાર પાકિસ્તાન દુનિયાનો સૌથી સસ્તો દેશ છે. અહીં રહેવાની સરેરાશ કિંમત યુએસ કરતા 76.7 ટકા ઓછી છે.
ઇજિપ્તને રહેવા માટે બીજા સસ્તા દેશ તરીકે વર્ણવવામાં આવ્યો છે. અહીં રહેવાની સરેરાશ કિંમત અમેરિકા કરતા ઘણી જ ઓછી છે.
ભારત રહેવાને મામલે ત્રીજો સૌથી સસ્તો દેશ છે. અહીં રહેવાની સરેરાશ કિંમત માસિક 330થી 420 ડોલર જેટલી છે. રહેવાને મામલે ચોથો સૌથી સસ્તો દેશ કોલંબિયા છે. અહીં રહેવાની સરેરાશ કિંમત માસિક 950થી 1200 ડોલર જેટલી છે. ત્યાર બાદ પાંચમાં નંબરે આવે છે લિબિયા. અહીં જીવવાની સરેરાશ કિંમત અમેરિકા કરતા 67.2 ટકા સસ્તી છે અને રહેવાનું ભાડું 89 ટકા જેટલુ ઓછું છે. નેપાળમાં રહેવાની કિંમત માસિક આશરે 379 અમેરિકી ડૉલર છે.
સૌથી સસ્તા દેશઓની યાદીમાં વિશ્વના 197 દેશોની યાદીમાં શ્રીલંકા સાતમે ક્રમે આવે છે. અહીં રહેવાનું ઘણું સસ્તુ છે. ત્યાર બાદ આઠમા નંબરે યુક્રેન આવે છે. અહીં રહેવાની સરેરાશ કિંમત અમેરિકા કરતા 57.4 ટકા સસ્તી છે. નવમા ક્રમે કિર્ગિસ્તાન આવે છે અહીં રહેવાની કિંમત 429.7 અમેરિકી ડૉલર છે. અને દસમા ક્રમે સીરિયા આવે છે. અહીં રહેવાની કિંમત અમેરિકા કરતા ઘણી જ ઓછી છે, પણ આ દેશ રહેવા માટે નરકથી કંઇ કમ નથી, તેથી કોઇ પણ વ્યક્તિ આ દેશમાં વસવા તૈયાર નહીં થાય.