નેશનલ

હવે આ પક્ષમાં થશે ભંગાણઃ ચિરાગ પાસવાનના દાવાથી બિહારનું રાજકારણ ગરમાયું

દાવો કર્યો છે કે બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારની આગેવાની હેઠળના જનતા દળ (યુનાઈટેડ)માં મોટી તિરાડ પડી રહી છે અને પક્ષના ભાગલા થવાની સંભાવના છે. સોમવારે ચિરાગ પાસવાનએ કહ્યું કે ખરમાસ (15 જાન્યુઆરી) પછી જેડીયુમાં મોટું વિભાજન થવાનું છે. જોકે, ચિરાગએ માત્ર આવું નિવેદન આપી છોડી દીધું છે, પરંતુ છૂટા પડવાના છે તે નેતાઓના નામ આપ્યા નથી. પાસવાનએ નીતીશ કુમાર પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે એક દિવસ એવો આવશે જ્યારે જેડીયુનું નામ લેવા માટે પક્ષમાં કોઈ રહેશે જ નહીં. તેણે એવી ટીકા પણ કરી કે નીતિશે પોતાની પાર્ટીમાં અન્ય કોઈ નેતૃત્વ ઊભું કર્યું નથી. આ દિવસોમાં તે કોઈ બીજાને શોધી રહ્યો છે. તેઓ પાર્ટીના અન્ય નેતા (તેજશ્વી યાદવ) માટે પ્રચારમાં વ્યસ્ત છે અને તેને પોતાના ઉત્તરાધિકારી કહે છે.

પાસવાને સીએમની ‘ભીમ સંસદ’ને સભા ગણાવી. ચિરાગે કહ્યું કે નીતીશ કુમાર ‘દલિત વિરોધી’ વિચારસરણી ધરાવે છે. તેઓ વોટ બેંકની રાજનીતિ કરે છે. જિતનરામ માંઝી માટે નીતિશએ જે ભાષાનો ઉપયોગ કર્યો તે તેમની વિચારસરણીને સાબિત કરે છે. આજે પણ બિહારમાં અનુસૂચિત જાતિઓ તેમના અધિકારોથી વંચિત છે અને તેના માટે મુખ્ય પ્રધાન જવાબદાર છે.


તાજેતરમાં વિધાનસભામાં જાતિગત સર્વેક્ષણ મામલે નીતિશ કુમારે માંઝીને મૂર્ખ કહ્યા હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત