નેશનલ

ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામનો ભંગ

પેલેસ્ટાઇનના વધુ આઠ જણ મરાયા

જેનીનમાંની નિરાશ્રિતોની છાવણી (વેસ્ટ બૅન્ક): પેલેસ્ટાઇનના આરોગ્ય ક્ષેત્રે કામ કરતા અધિકારીઓએ રવિવારે આક્ષેપ કર્યો હતો કે ઇઝરાયલના દળો દ્વારા છેલ્લાં ૨૪ કલાકમાં પેલેસ્ટાઇનના વધુ આઠ જણ મરાયા હતા.

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના ચાર દિવસના યુદ્ધવિરામનો ત્રીજા દિવસે ગાઝા પટ્ટીના વિસ્તારમાં ફરી ભંગ કરાયો હોવાનો આક્ષેપ કરાયો હતો.

હમાસે સાતમી ઑક્ટોબરે ઇઝરાયલ પર હુમલો કર્યો, ત્યારથી ઇઝરાયલ અને પેલેસ્ટાઇનની વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં પંદર હજારથી વધુ લોકો માર્યા ગયા હતા અને અન્ય સેંકડો લોકો ઘાયલ થયા હતા અથવા બંધક બનાવાયા હતા.

પેલેસ્ટાઇનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે જેનીનમાં હમાસની મજબૂત પકડ હોવા છતાં ત્યાં
ૉપેલેસ્ટાઇનના પાંચ જણને મારી નખાયા હતા અને બાકીના ત્રણ જણને પશ્ર્ચિમના કાંઠા (વેસ્ટ બૅન્ક)ના વિસ્તારમાં મારવામાં આવ્યા હતા.

ઇઝરાયલના લશ્કરે જણાવ્યું હતું કે જેનીન ખાતે આવેલી નિરાશ્રિતો માટેની છાવણીમાં શોધખોળ દરમિયાન થયેલા સામસામા ગોળીબારમાં પેલેસ્ટાઇનના પાંચ જણ માર્યા ગયા હતા. અમે ચાલુ વર્ષની શરૂઆતમાં વેસ્ટ બૅન્કમાં એક ઇઝરાયલી પિતા અને તેમના દીકરાની હત્યા કરનારા લોકોને પકડવા ગયા ત્યારે આ અથડામણ થઇ હતી.

ઇઝરાયલના લશ્કરે દાવો કર્યો હતો કે અહીં અથડામણમાં માર્યા ગયેલા લોકો ઉગ્રતાવાદી હતા. આમ છતાં, હજી સુધી કોઇ ઉગ્રતાવાદી સંગઠને માર્યા ગયેલા આ લોકો પોતાના સભ્યો હોવાનો દાવો નથી કર્યો.

નિરાશ્રિતોની છાવણીનો ઘણો કાટમાળ રસ્તા પર પડેલો જોવા મળતો હતો અને એક ઘરની દીવાલમાં મોટું બાકોરું પડ્યું હતું.

પેલેસ્ટાઇનની એક સમાચાર સંસ્થાએ દાવો કર્યો હતો કે ઇઝરાયલના સ્નાઇપર્સે અન્ય ઇમારતની છત પરથી ગોળીઓ છોડી હતી.

અગાઉ, ઇઝરાયલ અને હમાસ બંધકોની આપલે માટે ચાર દિવસના યુદ્ધવિરામ માટે સહમત થયા હતા. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…