આમચી મુંબઈ
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર મંગળ-બુધ બ્લોક
મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (એમએસઆરડીસી) એ મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર બે દિવસ માટે ત્રણ કલાકનો ટ્રાફિક બ્લોક લાદવાનો નિર્ણય લીધો છે. એમએસઆરડીસી અનુસાર ૨૮ નવેમ્બરે (મુંબઈ-પુણે રૂટ પર) અને ૩૦ નવેમ્બર (પુણે-મુંબઈ રૂટ પર) હાઈવે પર બપોરે ૧૨થી ૩ વાગ્યા સુધી એક દિશામાં ટ્રાફિક બ્લોક લઈ ગર્ડર મૂકવામાં આવશે.
નેશનલ હાઈવે વિભાગ દ્વારા ખોપીલી પાલી રોડના પુલ પર ગર્ડર મૂકવામાં આવશે. વાહનચાલકોની સુવિધાને ધ્યાનમાં રાખીને
બ્લોક દરમિયાન વૈકલ્પિક
માર્ગોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.