મનોરંજન

જોઈ લો ‘મિસ ટીન ઈન્ડિયા’ના નવાબી અંદાજને


નાની ઉંમરમાં ફેમ મેળવવામાં ઈશા માલવીયાનું નામ ચોક્કસ લઈ શકાય. રિયલ લાઈફમાં તેના ગ્લેમર અંદાજને લઈ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 17માં નજરે જોવા મળી હતી. ઈશા તેની લવ લાઈફને લઈ ચર્ચામાં રહે છે. ઈશા 20 વર્ષની છે, પરંતુ તેની પોતાની સ્ટ્રોંગ પર્સનાલિટીની ચોક્કસ નોંધ લેવાય છે.

ટીવી સિરિયલ ઉડારિયામાં અંકિત ગુપ્તા અને પ્રિયંકા ચાહર ચૌધરીના અપોઝિટ જોવા મળતી ઈશા માલવીય સોશિયલ મીડિયા પર વિશેષ ચર્ચામાં રહે છે. ઈશાની એક્ટિંગ સિવાય તેને મિસ ટીન ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2019નો ખિતાબ પણ જીત્યો હતી.

એના સિવાય ઈશા મિસ મધ્ય પ્રદેશ 2017 રહી ચૂકી છે, જ્યારે મધ્ય પ્રદેશની 2018નું પણ ટાઈટલ જીતી હતી. ઈશાના અફેરની વાત કરીએ તો અગાઉ અભિષેક કુમારને ડેટ કરતી હતી, પરંતુ એક વર્ષ સાથે રહ્યા પછી તેનું બ્રેકઅપ થયું હતું. તેના પર હાથ ઉઠાવતો હોવાનો આરોપ મૂક્યો હતો. તેની મારપીટ કરવાને કારણે તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો.

થોડા મહિનાના બ્રેક અપ પછી તેની જિંદગીમાં સમર્થ જુરૈલની એન્ટ્રી આવી હતી, ત્યારબાદ કોઈ શોમાં જોવા મળી નહોતી, પરંતુ એને કારણે પણ ચર્ચામાં રહી છે. બિગ બોસ ફેમ બનેલી ઈશાને સલમાન જોજો રેબિટ કહીને બોલાવે છે, જ્યારે તેના ફેન એન્ડ ફોલોઅર્સની યાદી પણ બહુ લાંબી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 1.7 મિલિયન ફોલોઅર્સની સંખ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button