મનોરંજન

ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂર્ણ થતાં અભિનેત્રી મોના સિંહે કર્યો મોટો ખુલાસો

મુંબઈ: અનેક ટીવી સિરિયલ અને થ્રી ઈડિયટ્સ, લાલ સિંહ ચઢા જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી ટીવી સિરિયલમાં જસ્સીના પાત્રથી પોતાના ઓળખ બનાવવાની મોના સિંહે પોતાના 20 વર્ષના કરિયર અને ઓટીટી પ્લેટફોર્મની સ્પર્ધાને લઈને પોતના વિચારો વ્યક્ત કર્યા હતા.

મોનાએ કહ્યું કે ટીવી સિરિયલ જસ્સી જેસી કોઈ નહીંમાં જસ્સીના પાત્રએ તેને બગાડી હતી. જસ્સીના પાત્ર બાદ મે કામ કરવાનું બંધ કરી દીધું હતું. સાથે જ મે પોતા પર કામ કરી 11 કિલો વજન ઘટાડયું હતું. એક એકટરે નેગેટિવ કે પોઝીટિવ રોલ કરવાથી પાછળ ન હટવું જોઈએ. ઓટીટી આપણને એવો કોન્ટેન્ટ આપે છે જે આપણે ટીવી પણ નથી જોઈ શકતા.

મારી માટે કફસ, મેડ ઈન હેવન અને કાલા પાની જેવા વેબ શો મારી માટે ખુબજ ખાસ રહ્યા છે. મે આ બધા વેબ શોમાં જુદા જુદા પ્રકારના રોલ કર્યા છે. આ દરેક પત્રો એક બીજાથી સાવ જુદા હતા. આ પત્રો ભજવતી વખતે મને લાગ્યું કે હું મારુ સપનું જીવી રહી છું. હું ખુશ છું કે ઓટીટી પ્લેટફોર્મ આજે ખુબજ પ્રખ્યાત બન્યું છે.

મોનાએ તેના કરિયર વિશે વાત કરતાં કહ્યું કે હું શરૂઆતથી એક્ટર (અભિનેત્રી) બનવા ઇચ્છતી હતી. પણ મે એવું ક્યારે એક ટીપીકલ અભિનેત્રી તરીકે શિફોન સાડી પહેરી બરફ વાળી જગ્યા પર ડાન્સ કરવા વિશે કદી વિચાર્યું નથી. મે જ્યારે સિરિયલોમાં જોડાઈ ત્યારે ફિલ્મો કે મોટા પડદા પર કામ કરવાનું વિચાર્યું નહોતું. મારી માટે ટીવી હમેશા પહેલા આવશે. હું આપની બાત નામની સિરિયલ જોઈને મને પ્રેરણા મળી હતી.

મોનાએ કહ્યું કે મે ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષ કામ કર્યું છે. સિરિયલમાં લાંબા સમય સુધી કામ કરવાથી તમારી અભિનયની વિશિષ્ટતા ગુમ થઈ જાય છે સાથે જ તમારી ક્રિએટિવિટી પણ ઓછી થઈ જાય છે. જસ્સીનો પાત્ર કરી બાદ મને કોઈપણ રોલ ગમ્યા નહીં. મે છેલ્લા આઠ વર્ષથી ટીવી પર કામ નથી કર્યું પણ ઓટીટીને લીધે મારુ ફરી કમબેક થયું છે. મે નિર્ણય કરી લીધો છે કે હું ઓટીટી પર મહિલા અને સમાજ પર સારી છાપ છોડે એવા જ પાત્રો ભજવીશ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button