સ્પોર્ટસ

આઈપીએલમાં સૌથી મોટો યુ-ટર્નઃ ગુજ્જુ ભાઈની મુંબઈ ઈન્ડિયન્સમાં એન્ટ્રી

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024ની રિટેન અને રિલીઝ કરેલા ખેલાડીઓના નામની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સની પણ જાહેરાત કરી છે, પરંતુ અત્યાર સુધીના ઈતિહાસમાં હાર્દિક પંડ્યાનો સૌથી મોટો ટ્રેડ થયો છે.

ટ્રાન્સફર વિન્ડો અન્વયે આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોટ ટ્રેડ જોવા મળ્યો છે, જ્યારે ગુજરાત ટાઈટન્સના સુકાની તરીકે હાર્દિક પંડ્યાએ બાય બાય કરવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે અને મુંબઈ ઈન્ડિયન્સમાં એન્ટ્રી કરી છે. મુંબઈ ઈન્ડિયન્સે સૌથી મોટા ટ્રેડ મારફત પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ગુજરાત ટાઈટન્સ 2022માં નવી ટીમ તરીકે એન્ટ્રી કરી હતી, ત્યારે પંડ્યા મુંબઈ ટીમવતીથી રમતો હતો.

હાલમાં એવું કહેવાય છે કે પંડ્યાનો આ ટ્રેડ રુપિયામાં થયો છે. હવે રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળની મુંબઈ ટીમ પાસે વધુ પંડ્યાને પરત લાવવા માટે પર્યાપ્ત પૈસા બચ્યા નહોતા, તેથી ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરુન ગ્રીનને ટ્રેડ કર્યો છે. ગ્રીન ઝડપથી રોયલ ચેલેન્જર બેંગલુરુમાં સામેલ થવાની સંભાવના છે.

મુંબઈ ઈન્ડિયન્સમાંથી ગુજરાત ટાઈટન્સમાં હાર્દિક પંડ્યાને રિટેન જાહેર કર્યાના કલાકો પછી વધુ એક ચોંકાવનારા અહેવાલો મળ્યા છે. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને રિટેન કર્યા પછી હવે કહેવાય છે કે પંદર કરોડના પગારે હાર્દિક પંડ્યાને રાખવામાં આવ્યો છે, જ્યારે તેનો ટ્રેડ પણ બધો રોકડમાં થશે.

ફાસ્ટ બોલર હાર્દિક પંડ્યા હવે આઈપીએલની કુલ 123 મેચ રમ્યો છે, જેમાં 115 ઈનિંગમાં 2309 રન બનાવ્યા છે. 10 ફિફ્ટી બનાવ્યા છે, જ્યારે 81 ઈનિંગમાં બોલિંગ કરીને 53 વિકેટ ઝડપી છે. બેસ્ટ પ્રદર્શનની વાત કરીએ તો 17 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.

આઈપીએલ 2024 માટે તમામ 10 ટીમે પોતાના રિલીઝ અને રિટેન ખેલાડીઓની લિસ્ટ જારી કરી છે. હાર્દિક પંડ્યા હજુ પણ મુંબઈ ઈન્ડિયન્સમાં આવી શકે અને એનો રસ્તો ખુલ્લો હોવાનું પણ કહેવાય છે. ટ્રેડ વિંડો ખુલ્લી છે, પરંતુ તેના અમુક નિયમ અને કાયદાઓ પણ છે. આઈપીએલ 2024 માટે મિનિ ઓક્શન 19મી ડિસેમ્બરે દુબઈમાં યોજાશે. તેના સાત દિવસ સુધી ટ્રેડ વિંડો ખુલ્લી રહેશે. એટલે હજુ પણ 12 ડિસેમ્બર સુધી ટ્રેડ વિંડો ખુલ્લી રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button