નેશનલ

બુંદેલખંડમાં નવું ટાઈગર રિઝર્વ બન્યા બાદ પહેલીવાર આવ્યા સારા સમાચાર…

બુંદેલખંડ: મધ્યપ્રદેશમાં બે મહિના પહેલા જ નૌરાદેહી અભયારણ્યમાં રાણી દુર્ગાવતી ટાઇગર રિઝર્વ બનાવવામાં આવ્યું છે. ત્યારે અહીની હવા વાઘોને માફક આવતી હોય તેવું લાગે છે. રાણી દુર્ગાવતી ટાઈગર રિઝર્વમાં એક વાઘણે ચાર બચ્ચાને જન્મ આપ્યો છે. એટલે હવે ટાઈગર રિઝર્વમાં વાઘની સંખ્યા વધીને 19 થઈ ગઈ છે. અહીંના ફિલ્ડ સ્ટાફે જણાવ્યું હતું કે વાઘણે ચાર બચ્ચાને જન્મ આપ્યો છે.

ટાઈગર રિઝર્વ બનાવી દીધા બાદ પણ નૌરદેહી વન વિભાગના અધિકારીઓ હજુ પણ વાઘોની જાળવણી માટે એટલા તૈયાર નથી થયા. અને ટાઈગર રિઝર્વમાં વાઘોની સંખ્યા વધી રહી છે. અધિકારીઓ વાઘની સુરક્ષા કરતાં આરામગૃહો અને અન્ય પ્રકારના બાંધકામની જાળવણી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. નૌરદેહીના ડીએફઓ જણાવ્યું હતું કે એક વાઘણ છે જેની હું ઓળખ કરી નહી શકું પરંતુ વાઘણે લગભગ એક મહિના પહેલા બચ્ચાને જન્મ આપ્યો હતો તે બાબત મને જાણવા મળી હતી તેમજ હાલમાં અમને આ બચ્ચાઓના ફોટા પાડવાની પણ મનાઈ છે.

નોંઘનીય છે કે વર્ષ 2018માં વાઘ રિસ્ટોરેશન પ્રોજેક્ટ હેઠળ રાજ્યના ત્રણ જિલ્લા સાગર, દમોહ, નરસિંહપુરની સીમામાં ફેલાયેલા નૌરાદેહી અભયારણ્યમાં વાઘ અને વાઘણને લાવવામાં આવ્યા હતા જેમની સેખ્યા વધતા વધતા અત્યારે 19 થઇ ગઇ છે. બે મહિના અગાઉ નૌરાદેહી અભયારણ્યની છ રેન્જ અને વીરાંગના દુર્ગાવતી અભયારણ્યની ત્રણ રેન્જને નવા ટાઈગર રિઝર્વમાં મર્જ કરવામાં આવી હતી, આમ નવ રેન્જ સાથે એક સંરક્ષિત વિસ્તાર બની ગયો હતો. બુંદેલખંડનું આ બીજું ટાઈગર રિઝર્વ છે. બુંદેલખંડમાં પહેલાથી જ પન્ના ટાઈગર રિઝર્વ પણ આવેલું છે.

નવું ટાઇગર રિઝર્વ વીરાંગના દુર્ગાવતી વાઘના રહેઠાણ માટે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો વિસ્તાર છે. 24 ચોરસ કિલોમીટર વિસ્તારમાં 100 જેટલા વાઘને સુરક્ષિત રીતે રાખી શકાય છે. ત્યારે સરકારી બાબુઓ ધ્યાન આપે કા ના આપે પણ બુંદેલખંડનું આ નવું ટાઈગર રિઝર્વ વાઘ માટે ઘણું અનૂકુળ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button