નેશનલ

ઉત્તરાખંડમાં ટનલ પાસે કચરાના વિશાળ પહાડ કેટલા ખતરનાક…

ઉત્તરકાશી: છેલ્લા ઘણા દિવસોથી ઉત્તરાખંડમાં સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે જહામત કરવામાં આવી રહી છે પરંતુ પરિણામ મળી રહ્યું નથી. ત્યારે હવે આ મીશનમાં આર્મી પણ જોડાઇ છે અને આર્મી દ્વારા ડ્રિલીંગ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ જ્યાં બચાવ ટુકડીઓ કામ કરી રહી છે ત્યાં નજીક કચરાના ડુંગર છે. આ કચરો ટનલના નિર્માણ દરમિયાન એકઠો કરવામાં આવ્યો હતો. આ તમામ કચરો સુરંગની ઉપર જ આવેલો છે. જેના કારણે જ્યારે પણ ભારે વરસાદ પડે ત્યારે તે તમામ કચરો કાદવમાં ફેરવાઈ જાય છે. અને પછી તે તમામ કચરનું ધોવાણ થાય છે જેના કારણે તે રહેણાક વિસ્તારમાં કચરો વહી જોય છે.

હિમાલયની નજીકના આ સંવેદનશીલ વિસ્તારોમાં બાંધકામ પ્રવૃત્તિઓ માટે કડક માર્ગદર્શિકા છે. જેમાં કાટમાળના નિકાલ માટેની યોગ્ય યોજનાનો પણ સમાવેશ કરવામાં આવે છે. જેના કારણે આ બાંધકામનો કચરો સ્થાનિક ઇકોસિસ્ટમને નુકસાન પહોંચાડતો નથી અથવા ખતરો નથી.

ડૉ. એસ.પી. સતી, ભૂસ્તરશાસ્ત્રી અને ઉત્તરાખંડ બાગાયત અને વનીકરણ યુનિવર્સિટીના પર્યાવરણ વિજ્ઞાનના પ્રોફેસર, સમજાવે છે કે આ કચરો વરસાદના પાણી સાથે નીચે વહી જાય છે. અને તેને અટકાવા માટે સુરંગ ખોદકાનું કામ કરનાર કંપનીએ કોઇ યોગ્ય પગલાં પણ લીધા નથી. એક રીતે કહી શકાય કે માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જો આ વિસ્તારમાં પૂર આવે છે, તો કચરાના ઢગલા નીચે તરફ વહી જશે. પાણી સાથે બાંધકામ કચરાના ડાઉનસ્ટ્રીમ પ્રવાહ વસાહતો માટે સંભવિત વિનાશક બની શકે છે.

નોંધનીય છે કે ઉત્તરકાશીમાં સુરંગ 12 નવેમ્બરે તૂટી પડી હતી. ત્યારથી ચાલી રહેલ બચાવ કામગીરીએ ઘણા પર્યાવરણ નિષ્ણાતોને સંવેદનશીલ વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉતાવળીયો વિકાસ કેવી રીતે વિનાશક પરિણામો લાવી શકે છે તે બતાવતા રહ્યા છે. ત્યારે પર્યાવરણવાદીઓની ચિંતાઓના જવાબમાં સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ અમારું પૂરેપુરું ધ્યાન બચાવ કામગીરી પર છે અને તેઓ આવી ચિંતાઓને પછીથી દૂર કરવામાં આવશે.

વડા પ્રધાનના ભૂતપૂર્વ સલાહકાર ભાસ્કર ખુલ્બે એ પણ પહેલા બચાવ કામગીરી પર જ ધ્યાન આપવાનું જણાવાયું હતું અને બાકી બધી બાબતો ગૌણ છે તેમ પણ કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button