શહેરમાં કમોસમી વરસાદ, નેટીજન્સ માટે નવું પણ સરકાર માટે આશીર્વાદરૂપ..

મુંબઈ: મુંબઇમાં કમોસમી વરસાદ પડવો એ આમતો કોઇ મોટી બાબત નથી પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી કમોસમી વરસાદ ઘણો ઓછો થઇ ગયો છે પરંતુ આ વર્ષે હમણાં હમણાં આ બીજી વાર મુંબઇ અને અન્ય શહેરોમાં કમોસમી વરસાદ પડ્યો ત્યારે 26 નવેમ્બરના રોજ પડેલા વરસાદની મજા ઘણા લોકોએ કંઇક અલગ રીતે જ લીધી હતી.
વહેલી સવારનો આ વરસાદ મુંબઈવાસીઓ માટે આશ્ચર્ય અને આનંદ લઇને આવ્યો હતો. જો કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સપ્તાહના અંતે હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા તો હતી જ પરંતુ ધોધમાર પડેલા ઝાપટાએ લોકોને ખુશ કરી દીધા હતા. ભારતીય હવામાન વિભાગએ મુંબઈની સાથે થાણે, પાલઘર, રાયગઢ અને રત્નાગીરી જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કર્યું હતું.
કેટલાક સ્થળોએ વીજળીના કડાકા અને વાવાઝોડાના અવાજો સાથે અચાનક થયેલા વરસાદનો લહાવો લેતા કેટલાક લોકોએ વરસાદના વીડિયો સોશિયલ મિડીયા પર પોસ્ટ કર્યા હતા. જેમાં વાદળોની ગર્જના અને એકદમ ચોમાસાની જેમ વરસતા વરસાદને જોઇ શકાય છે. ઘણા નેટીજન્સે આ વીડિયો પર પ્રતિક્રિયા પણ આપી હતી.
અગાઉ પણ નવેમ્બરમાં પણ વરસાદ પડ્યો હતો જેના કારણે બગડતી હવાની ગુણવત્તાને સુધરી હતી. જો અગાઉ નવેમ્બરમાં જે વરસાદ પડ્યો તે ના પડ્યો હોત તો દિલ્હી સરકાર કૃત્રિમ વરસાદ દ્વારા હવાનું પ્રદૂષણ નિયંત્રણમાં લાવવાનું વિચારી રહી હતી ત્યારે પડેલો વરસાદ એક આશીર્વાદ રૂપ બની રહ્યો હતો. તેમજ 26 નવેમ્બરના રોજ અચાનક પડેલા વરસાદે પણ મુંબઇની હવાને શુદ્ધ કરી છે જેના કારણે હવાની ગુણવત્તા પર સકારાત્મક અસર જોવા મળશે અને હવામાં પ્રદૂષણ ઘણું ઓછું થશે.