ઉર્ફીનો દસ સેકન્ડનો વીડિયો જોઈ યુઝર્સે કેમ કહ્યું પાર્સલ કરી દો
નવા નવા ગતકડાં કરી, વારંવાર વાંધાજનક કપડા પહેરી પોતાની ચિત્રવિચિત્ર હરકતોથી લોકોની નજરમાં આવતી અને નજરે ચડતી ઉર્ફી જાવેદએ ફરી એક વીડિયો શેર કર્યો છે અને આ વીડિયો પર વિવાદાસ્પદ સાબિત થશે ,પણ હાલમાં નેટ યુઝર્સ તેના પર કૉમેન્ટ્સ કરી રહ્યા છે.
ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર કોઈને કોઈ કામ કરીને ચર્ચાનો વિષય બને છે. બિગ બોસ ઓટીટીની પ્રથમ સીઝન છોડ્યા બાદ ઉર્ફી ખબરોમાં રહે છે. પ્લાસ્ટિકની થેલીઓથી લઈને બાળકોના રમકડાં સુધી, ઉર્ફીએ ઘણી વસ્તુઓમાંથી આઉટફિટ્સ બનાવ્યા છે. હવે ફરી તેનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેણે સેલ્વો ટેપથી બનાવેલો ડ્રેસ પહેર્યો છે.
ઉર્ફી જાવેદે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ટેપથી બનેલા ડ્રેસમાં જોવા મળી રહી છે. આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે ઉર્ફી ઉભી છે અને એક છોકરી તેને ટેપ વડે ગોળાકાર ગતિમાં લપેટી રહી છે. જોકે ઉર્ફીના ગતકડાં જોઈને લોકોને હવ થોડું ઓછું જ આશ્ચર્ય થાય છે. વીડિયો શેર કરતી વખતે ઉર્ફીએ લખ્યું છે, ’10 સેકન્ડનો ડ્રેસ’.
ઉર્ફી જાવેદના આ નવા આઉટફિટ પર યુઝર્સ તરફથી ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, હા ભાઈ, પેકિંગ થઈ ગયું, હવે પાર્સલ કરો. તો અન્ય એક યુઝરે લખ્યું છે કે, પણ જ્યારે તમારે વોશરૂમ જવું પડશે ત્યારે તમે શું કરશો? અન્ય એક યુઝરે લખ્યું, આ પૃથ્વી પરનું સૌથી વિચિત્ર પ્રાણી છે પરંતુ મને તેનો આત્મવિશ્વાસ પણ ગમે છે. આ રીતે, ઉર્ફીના આ નવા વીડિયો પર લોકો તરફથી વિવિધ પ્રકારના ફની રિએક્શન આવ્યા છે. જોકે આ વીડિયોમાં પણ તેનાં નગ્નતાના પ્રદર્શનને લીધે વિવાદ સર્જાય તેવી શક્યતા છે.