નેશનલ

ઓડિશાની યુવતીના થયા 31 ટૂકડાઃ ફરી પ્રેમમાં હોમાઈ ગઈ 22 વર્ષની નિર્દોષ યુવતી?

એક તરફ યુવતી પોતાનું બધુ છોડી, માતાપિતાની ઈચ્છા વિરુદ્ધ કોઈ યુવક પર ભરોસો કરે, તેની સાથે જીવન વિતાવવાના સપના જોઈ અને બીજી બાજુ તેને હૃદય હચમચાવી નાખે તેું મોત મળે ત્યારે લોકોનો પ્રેમ કે સંબંધો પરથી વિશ્વાસ ડગમગી જાય છે. મુંબઈના બે કિસ્સા જેમાં એકમાં શ્રદ્ધા નામની એક છોકરીના તેના પ્રેમી આફતાબે 35 ટૂકડા કરી ફ્રીજમાં ભર્યા હતા જ્યારે બીજી બાજુ વિદ્યા નામની એક પુખ્ત વયની મહિલાના તેના લીવ ઈન પાર્ટનરે ટૂકડા કરી કૂકરમાં બાફ્યા હોવાના કિસ્સા આ વાત સાબિત કરે છે. તહવે ઓડિશામાં પણ આવો જ એક કિસ્સો બન્યો છે જ્યા માત્ર 22 વર્ષની યુવતીના 31 ટૂકડા કરવામાં આવ્યા છે. આ કેસમાં પણ પ્રેમસંબંધ જ કારણ માનવામાં આવે છે.

આ મામલો ઓડિશાના નબરંગપુર જિલ્લાનો છે. મૃતક આદિવાસી યુવતીના પિતાના જણાવ્યા અનુસાર તેની પુત્રી બુધવારે ઘરની બહાર નીકળી હતી. લાંબા સમય સુધી યુવતી ઘરે પરત ન ફરતાં તેના પરિવારજનોને તેની ચિંતા થવા લાગી. ઘણી શોધખોળ બાદ પણ બાળ ન મળતા ચિંતિત પરિવાર પોલીસ સ્ટેશને ગયો અને તેનાં ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાયઘરના સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર (SDPO) આદિત્ય સેને જણાવ્યું કે પરિવારના સભ્યોની ફરિયાદના આધારે કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ બરંગપુર જિલ્લાના એક જંગલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે આ મૃતદેહમાં આખો દેહ ન હતો, પરંતુ તેના લગભગ 31 જેટલા અલગ અલગ ટૂકડા કરવામાં આવ્યા હતા અને તેને જમીનમાં દાટી દેવામાં આવ્યા હતા. પોલીસને હાલમાં 31 ટૂકડા મળ્યાની માહિતી મળી છે.

હજુ યુવતીના હત્યારાનો બેદ ઉકેલાયો નથી, પરંતુ પોલીસને યુવતીના પ્રેમ સંબંધોની માહિતી મળી હતી. જેના આધારે તેનાં પ્રેમીની પૂછપરછ કરવામાં આવી છે. જોકે અહીં યુવતીનો પ્રેમી પરિણિત છે અને તે પાંચ સંતાનનો પિતા છે. પોલીસને દૃઢ આશંકા છે કે યુવતી તેનાં પ્રેમી પાસે લગ્ન માટે દબાણ કરતી હોવાથી પ્રેમી અને તેની પત્નીએ સાથે મળી આ હત્યાન અંજામ આપ્યો છે. સઘન પૂછપરછ ચાલી રહી છે અને ટૂકડાઓને પણ ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલાયા છે. યુવતીના પરિવાર માટે આ અસહ્ય સ્થિતિ છે જ્યારે આસપાસના વિસ્તારમાં પણ ખળભળાટ મચી ગયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button