નેશનલ
કોચીન યુનિવર્સિટીની ધક્કામુક્કીમાં ચાર વિદ્યાર્થીનાં મોત, ૬૦ ઘાયલ
કોચી: કેરળનાં આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે શનિવારે જણાવ્યું હતું કે અહીંની કોચીન યુનિવર્સિટી ખાતે ધક્કામુક્કીમાં ચાર વિદ્યાર્થી મૃત્યુ પામ્યા હતા અને અન્ય ૬૦ જણ ઘાયલ થયા હતા.
કોચીન યુનિવર્સિટીના વાર્ષિક દિનની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભારે ધક્કામુક્કી થઇ હતી અને તેમાં અનેક લોકો કચડાઇ ગયા હતા.
વીણા જ્યોર્જે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે કલમાસેરી મેડિકલ કોલેજમાં ચાર વિદ્યાર્થીને મૃત-અવસ્થામાં લવાયા હોવાનું જાહેર કરાયું હતું. અહીં અનેક ઘાયલ લોકોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. (એજન્સી)