આમચી મુંબઈ

બિલ્ડરનું અપહરણ કરી ખંડણી માગવા પ્રકરણે ગૅન્ગસ્ટર ઈલિયાસ બચકાનાને છ દિવસની કસ્ટડી

મુંબઈ: દક્ષિણ મુંબઈના બિલ્ડરનું અપહરણ કરી તેના પરિવાર પાસેથી ૧૦ કરોડ રૂપિયાની કથિત ખંડણી માગવાના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને ભાયખલા પોલીસે ગૅન્ગસ્ટર ઈલિયાસ બચકાના સહિત પાંચ જણની ધરપકડ કરી હતી. કોર્ટે આરોપીઓને છ દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેમની વધુ પૂછપરછ કરી રહી છે.

પોલીસ ફરિયાદ અનુસાર મઝગાંવ પરિસરમાં રહેતા બિલ્ડર અન્સારીનું ગુરુવારની રાતે મઝગાંવ સર્કલ પાસેથી ત્રણ આરોપીએ કારમાં અપહરણ કર્યું હતું. આરોપીઓએ બાદમાં અન્સારીના પરિવારના સભ્યને ફોન કરી ૧૦ કરોડ રૂપિયાની માગણી કરી હતી. ફરિયાદમાં પરિવારજનોએ ગૅન્ગસ્ટર બચકાના પર આક્ષેપ કર્યા હતા.

આ પ્રકરણે ભાયખલા પોલીસે બિલ્ડરના પુત્રએ નોંધાવેલી ફરિયાદને આધારે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૪એ, ૩૮૪ અને ૧૨૦બી હેઠળ ગુનો નોંધ્યો હતો, જેની સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચની એન્ટી એક્સ્ટોર્શન સેલે (એઈસી) હાથ ધરી હતી.

તપાસ બાદ ભાયખલા પોલીસે ત્રણ આરોપી વાજીદ શેખ (૪૩), કરીમ ખાન (૪૧) અને આલમગીર મલિક (૩૭)ની ધરપકડ કરી હતી, જ્યારે એઈસીના અધિકારીઓએ ગૅન્ગસ્ટર ઈલિયાસ બચકાના અને તેના એક સાથીને ગોવંડી પરિસરમાં આવેલા ડમ્પિંગ ગ્રાઉન્ડ નજીકથઈ શુક્રવારે પકડી પાડ્યા હતા. વધુ તપાસ માટે કેસ એઈસીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવતાં તેમને પહેલી ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં સોંપાયા હતા.

પોલીસના જણાવ્યા મુજબ ખંડણીની રકમ તાત્કાલિક ન મળતાં આરોપીઓએ અન્સારીની મારપીટ કરી હતી. આરોપીઓની ચુંગાલમાંથી છોડાવાયેલા અન્સારીને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…