ઉત્સવ

ખાખી મની-૪

‘મૈં ઇમામ હું… કિમામ નહીં…જો કોઇ ભી આદમી પાનપટ્ટી પે લગા કે ચબા દિયે…ઔર થૂંક દિયે’

અનિલ રાવલ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારના એક બિલ્ડિંગની લિફ્ટમાંથી એક શખસ બહાર આવ્યો. લોબીમાં આમતેમ નજર ફેરવી… ફ્લેટ નંબર વાંચીને બેલ મારી.
‘કોણ જોઇએ.?’ એક માજીએ લેચ લગાવી રાખેલા દરવાજામાંથી ઝાંખતા પૂછ્યું.

‘બસરા.’ શખસે કહ્યું.

‘એની વાઇફને બચ્ચું આવ્યું છે… મેટરનિટી હોમ ગયો છે.’

‘કયા મેટરનિટી હોમમાં મળશે?’

‘દુલારી મેટરનિટી હોમમાં… આગળના ચાર રસ્તા પર જ છે.’ માજીએ દરવાજો બંધ કર્યો.


‘તમે અંદર નહીં જઇ શકો. એક જ જણ અલાઉડ છે… અને એ પણ સાંજે ચારથી છ વચ્ચે.’ દુલારી મેટરનિટી હોમની રિસેપ્શનિસ્ટે શખસને કહ્યું.
‘એને બહાર બોલાવી આપો પ્લીઝ, જરા અરજન્ટ છે.’

‘ઓકે વેઇટ’ કહીને એ ગઇ… ને એની સાથે બસરા આવ્યો. શખસને જોઇને બસરાના પગ ખોડાઇ ગયા. ‘આ માણસ અહીં ક્યાંથી?’ એને જોઇને બસરાના પગ પાણી પાણી થઇ ગયા… કપાળે પરસેવો બાઝી ગયો.

એ ઇમામનો ખાસ માણસ અબ્દુલ્લા હતો. બસરાને પૈસાની બેગ આપવા અબ્દુલ્લા જ ગયેલો. અબ્દુલ્લા બોલે ઓછું, કામ વધુ ને બધું કરે. બસરાને પૈસા ભરેલી બેગની ચિંતા થઇ. વરસાદ, વાઇફની ડિલિવરી, અનવરના પર ભરોસો, દસ લાખમાંથી પાંચ એને આપવાનું વચન દઇને કાર પહોંચાડવાનું સોંપેલું કામ… અનવર કોઇ ખેલ કરી ગયો, ના, ના, અનવર પ્રોફે્શનલ માણસ છે… દોસ્ત પણ છે… એ દગો ન કરે, પણ મેં ભાવુક બનીને મોટી ભૂલ કરી… જવાબદારી ભૂલી ગયો. બસરાનો પશ્ર્ચાતાપ મનોમન બબડ્યો.

‘ઇમામ યાદ કરે છે.’ અબ્દુલ્લાએ બસરાને ખૂણામાં લઇ જઇને કહ્યું.

‘હું વાઇફને કહીને આવું’ બસરા ધીમે પગલે અંદર ગયો.

લીચી પટેલ ઘરે પહોંચી. કાર શેડમાં કાર પાર્ક કરીને બેગ બહાર કાઢી. આસપાસ નજર ફેરવી. બેગ ઊંચકીને દરવાજે ઊભી રહી ને બેલ મારવા ગઇ ત્યાં… આદતવશ એની નજર સ્વિચની ઉપરની સાઇડમાં જડેલી નેમપ્લેટ પર પડી. ‘લીચી લીલી પટેલ.’

લીચી પટેલના જીવનમાં એકમાત્ર મા. નામ લીલી પટેલ. પિતાના નામની જગ્યાએ માનું નામ ક્યારે અને શા માટે લાગી ગયું એનું રહસ્ય લીચીના મનમાં સતત ઘૂંટાતું રહ્યું છે. મારો બાપ કોણ છે. સમજણી થઇ ત્યાર પછીનાં થોડાં વરસો લીચીએ માને પૂછ્યા કર્યું, પણ માએ કરેલાં ગલ્લાંતલ્લાં, ઉડાઉ જવાબ, વાદ-વિવાદ, નારાજગી અને કંકાસથી કંટાળીને એણે પૂછવાનું બંધ જ કરી દીધું. બસ, પછી એણે માને ખુશ રાખવાથી આગળ વિચારવાનું બંધ કરી દીધું. હા, લીચીએ બાપ મળી જાય તો માને જીવનભરના દુ:ખનું પોટલું બાંધી આપવા પાછળનું કારણ પૂછવાની ઇચ્છા ધરબી રાખી હતી. સંખ્યાબંધ કેસોમાં તપાસ કરનારી લીચીને પોતાના જ કેસની તપાસ નહીં કરી શકવાનો ખટકો રહી ગયો હતો. જોકે બર્થ સર્ટિફિકેટથી લઇને પોલીસની નોકરી સુધીના તમામ સત્તાવાર કાગળિયામાં એની ઓળખ લીચી લીલી પટેલ બનીને રહી ગઇ એ વાતનો એને અફસોસ નહીં પણ ગર્વ હતો. એની નજર નેમપ્લેટ પર ચોંટેલી હતી. એણે બેધ્યાનપણે ડોરબેલ દાબી રાખી. ઘરમાંથી આવી રહેલા ટીવીના મોટા અવાજની સાથે ડોરબેલનો અવાજ કર્કશ બનીને ચીસો પાડતો રહ્યો. હાંફળીફાંફળી માએ ઝટથી દરવાજો ખોલ્યો.

‘કેટલી બધી બેલ મારી… શું થયું?’ માની નજર બેગ પર પડી.

‘અરે… આવડી મોટી બેગ… શું છે આમાં?’

‘પહેલાં તું ટીવી બંધ કર.’ લીચીએ બેગ અંદર લઇને દરવાજો બંધ કર્યો.
‘લે આ બંધ કર્યું.’ મા ટીવીની સ્વિચ ઓફ કરીને બેગને તાકતી રહી.
‘મા આને રસોડાના માળિયા પર ચડાવવી છે… મને હાથ દે.’ લીચી બેગને રસોડામાં લઇ ગઇ. સ્ટુલ ખેંચીને લીચી એની પર ચડી. માએ આસાનીથી બેગ ઊંચકી લઇને લીચીને આપી દીધી.
‘મા, તારામાં જોર બહુ છે.’ લીચી હસી પડી.
‘પટલાણી છું… તને જણતી વખતે આ જોર જ કામ આવેલું.’
લીચીએ બેગ ચડાવીને એની પર જૂનું કપડું ઢાંકી દીધું.
‘મને કહે શું છે આમાં?’ મા એના નીચે ઉતરવાની રાહ જોતી ઊભી હતી.
મા… તારી જેમ હું કોઇ વાત છુપાવીશ નહીં.’ ક્યારેય નહીં નીકળેલી વાત લીચીના મોમાંથી નીકળી ગઇ. મા થોડી ગંભીર થઇ ગઇ.
‘લીચી, મને ઘણીવાર થયું કે તને બધું કહીને હળવીફુલ થઇ જાઉં, પણ વાત ખુદ્દારીની છે, સ્વમાનની છે. તારી જગ્યાએ દીકરો હોત તો કદાચ મારી આ વાત સમજત નહીં, પણ તું દીકરી છો… તું સમજી શકીશ કે એક સ્ત્રી માટે સ્વમાનભેર જીવવું કેટલું અઘરું છે.’
લીચી માને ભેટી પડી. માને પીડા આપતી નસ દબાઇ ગઇ હોવાનો એને પસ્તાવો થયો. ‘મા, બહુ ભુખ લાગી છે.’
‘પરોઠા તૈયાર છે, પણ બેગમાં શું છે એ કહે.’ મા સ્વસ્થ થઇ. સંતાનોની બાબતમાં દરેક માનો સ્વભાવ સરખો જ હોય છે… એમાંય આ તો પોલીસખાતામાં નોકરી કરતી દીકરીની મા. જાણવાની ઇન્તેજારી સાથે ચિંતા પણ હતી.
‘મા, એમાં રૂપિયા છે.’ લીચીએ કોઇને નહીં કહેવાનું વચન માગતી હોય એમ માનો હાથ પકડી લીધો.
‘કોના છે, કેટલા છે.?’ માનું મોં અડધું ખુલ્લું રહી ગયું.
‘મને ખબર નથી, પણ તારે આ વાત કોઇને કહેવાની નથી.’


‘બસરા અભી તક નહીં પહોંચા… સાંતાક્રુઝ કે પવનહંસ એરબેઝ પર હેલિકૉપ્ટર તૈયાર ખડા હૈ. સાહબ ભી પહોંચતે હોંગે.’ ચિંતાભર્યો ધીમો, ફુસફુસ્યો અવાજ ઇમામના કાનમાં સુધી ગયો, પણ ઇમામને અસ્વસ્થ કરી ન શક્યો. તસ્બી લઇને ફેરવવા લાગ્યા, પણ કદાચ પહેલીવાર એમનું ધ્યાન તસ્બીમાં નહતું… ક્યાંક બીજે ખોવાયેલું હતું.


અબ્દુલ્લાએ ઇમામના રૂમના દરવાજે બે ટકોરા મારીને ખોલ્યો. બસરાને અંદર જવાનો ઇશારો કર્યો. બસરા અંદર ગયો.
‘સતશ્રી અકાલ.’ એક ઘેરો પરિચિત અવાજ બસરાને કાને પડ્યો.

‘સતશ્રી અકાલ’ બસરાના મોંમાંથી માંડમાંડ શબ્દ નીકળ્યો.
‘મહેન્દરસિંઘ બસરા, પૈસા કહાં હૈ?’ ગુરુદ્વારાના ગ્રંથીસાહેબ હરપાલસિંઘે પૂછ્યું. બાજુમાં બેઠેલા ઇમામે ગમછા જેવું લાલ અને સફેદ ચોકડીવાળું કપડું પોતાના બેઉ ખભા પર મુકીને એના બે છેડા આગળના ભાગે લટકાવ્યા.
‘મેરી વાઇફ દી ડિલિવરી સી, તહ મૈં એહ કામ સુરત વાલે અનવરનુ સૌંપ ડીતા’ (મેરી વાઇફ કી ડિલિવરી કે કારન મૈંને સુરત કે અનવર કો યહ કામ સોંપ દિયા.)
‘અચ્છા, તેરા કેણ દા મતલબ, તેરે લય તેરી વાઇફ દી ડિલિવરી એહ કામ તોહ ઝ્યાદા ઇમ્પોર્ટન્ટ સી… બસરા.’ (તુમકો પૈસે કી ડિલિવરી સે ઝ્યાદા બીવી કી ડિલિવરી ઝરૂરી લગી, બસરા?)
‘બીસ કરોડ હૈ ઉસ બેગ મેં… બીસ કરોડ. કૌન હૈ યે અનવર?’ ઇમામનાં સફેદી પકડી ગયેલા ભવાં ઊંચા થયા.
‘મેરે તોહ બહુત વડી ગલતી હો ગઇ… વડી ગલતી… માફ કરદા’. બસરા ગળગળો થઇ ગયો. કાનની બૂટ પકડીને ઊભો રહ્યો. (મૈંને ગલતી કી, બડી ગલતી. માફ કર દો.)
‘તુને ઉપરવાલે આપણે લોકાંનુ મૂહ દિખાણ લાયક નહીં છડિયા…’ (તુને અપને લોગોં કો મૂંહ દિખાનેલાયક નહીં છોડા) હરપાલસિંઘે કહ્યું.
‘યે હમારે બીચ એક નયે રિશ્તે કી શુરૂઆત હૈ…’ ઇમામે હરપાલસિંઘની સામે જોતા કહ્યું.
‘મૈં અનવર કા પતા લગાતા હું. મેરી કાર ભી ઉસ કે પાસ હૈ… અનવર મેરા દોસ્ત હૈ… ઇમાનદાર હૈ… દો નંબર કે પૈસે કી હેરાફેરી કરતા હૈ,’ બસરા બોલતો રહ્યો.
‘અગર તુમ્હારા ઇમાન લડખડાયા હૈ તો સચ બતા દો બસરા.’ ઇમામે તસ્બી હાથમાં લીધી.
‘નહીં, નહીં, મેરે છોટે બચ્ચે દી સૌં, મૈં કદી અપણેનું ધોખા નહીં દે સકતા’ (નહીં… નહીં… બચ્ચે કી કસમ. મૈં અપને લોગોં કે સાથ બેઇમાની નહીં કર સકતા.) બસરાએ બંનેની સામે જોતા કહ્યું.
‘હમારા ઇમાન દાવ પર લગ ચુકા હૈ બસરા’ ઇમામે કહ્યું.
‘ઇમામ, એકવાર રિશ્તા કર લિયા તે કરલ્યા, કદી તોડ્ડે નહીં…’ હરપાલસિંઘ બોલ્યો. (ઇમામ, હમ એકબાર કિસી સે રિશ્તા જોડતે હૈ તો તોડતે નહીં હૈ’)
‘ઔર બેઇમાન લોગોં કો છોડતે નહીં હૈ’ ઇમામે બસરાની સામે જોતા વાક્ય પૂરું કર્યું.
‘તનુ આખરી મૌકા દેણા… જા અનવર યા જાનવર જો વી હે… ફડ લેયા’ (જા, હમ તુમ્હે આખરી મૌકા દેતે હૈ… અનવર હો યા જાનવર… ઢૂંઢો ઉસે…) રબ્બ રખ્ખા,’ હરપાલસિંઘે જમણો હાથ ઊંચો કરીને જવાનો ઇશારો કર્યો. બસરા દરવાજે પહોંચ્યો ને એક અવાજ આવ્યો.
‘સૂનો.’ બસરાએ પાછળ ફરીને જોયું.
‘મૈં ઇમામ હું… કિમામ નહીં… જો કોઇ ભી આદમી પાનપટ્ટી પે લગા કે ચબા દિયે… ઔર થૂંક દિયે.’
બસરાના ગયા પછી ઇમામે પાનદાનીમાંથી પાનનું એક બીડું કાઢીને મોંમાં મૂક્યું. થોડીવારે મોં ખોલ્યું.
‘આપકી ખાલિસ્તાની મુવમેન્ટ કે લિયે ગુજરાત કી હમારી દોનોં કોમને મિલકર ઇતની બડી રકમ જમા કી ઔર ઇસ બસરે કે બચ્ચેને…’
‘અગર બસરા કે દિલ મેં કોઇ ખોટ હૈ તો છોડેંગેં નહીં’ હરપાલસિંઘે કહ્યું.
‘મેરી નઝરોં મેં ગેરઝિમ્મેદાર ઔર ગદ્દ્રાર દોનોં એક હી હૈ.’ ઇમામ થૂંક ગળી ગયો.


દિલ્હીમાં નેશનલ સિક્યોરિટી એડવાઇઝર (એનએસએ) અભય તોમાર, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ(રો)ના ચીફ બલદેવરાજ ચૌધરી અને ઇન્ટેલિજન્સ બ્યુરો(આઇબી)ના ચીફ અભિમન્યુ સિંહાની એક ગુપ્ત બેઠક ચાલી રહી હતી. આમ તો દર અઠવાડિયે ત્રણેય મળતા, પણ એ દિવસની બેઠક કોઇ ગુપ્ત-નક્કર ઇન્ફોર્મેશનની ચર્ચા માટે હતી.
દિલ્હીમાં ખેડૂતોના લાંબા અને શાંત આંદોલન સામે સરકારે ઝૂકી જઇને ખેડૂતોની માગણીઓ સંતોષવાની અપનાવેલી નીતિ હકીકતમાં એક વ્યૂહ હતો. કેમ કે આંદોલનની આડમાં ખાલિસ્તાની ચળવળના બી ફરી રોપાવા લાગ્યા હોવાની ભણક નેશનલ સિક્યોરિટી એડવાઇઝર (એનએસએ)ના ચીફ અભય તોમારને આવી ગઇ હતી. રેા અને આઇબીના એજન્ટોએ ખેડૂતોના છૂપાવેશમાં આંદોલનમાં ભળી જઇને ખાલિસ્તાની મૂવમેન્ટની કેટલીક નક્કર માહિતી એકઠી કરી હતી. ખાલિસ્તાની મૂવમેન્ટને હવા કેનેડાના શીખો આપી રહ્યા હોવાની હકીકત એમનાથી છૂપી નહતી. ખેડૂત
આંદોલન વખતે કેનેડાના શીખોએ કરેલી નાણાકીય સહાયથી પણ તેઓ વાકેફ હતા. જોકે મીટિંગમાં બેઠેલા ત્રણેયમાંથી એકેયને ગુજરાતના મુસલમાનો અને શીખોએ એકઠી કરેલી વીસ કરોડની રકમ વિશે કોઇ માહિતી નહતી. એમને કદાચ ગુજરાતના મુસ્લિમો અને શીખો વચ્ચે આવી કોઇ ધરી રચાય એવો સપનેય અંદાજ નહતો.
ત્રણેયનું લક્ષ્ય ફરી સળવળેલી ખાલિસ્તાની ચળવળ પર હતું. ખેડૂતોના આંદોલન પછી પંજાબ અને ખાસ કરીને કેનેડાના કેટલાક શીખ લીડરો સતત રો અને આઇબીના રડાર પર હતા.
‘સર, કેનેડા કે ઓન્તારિયો, અલ્બર્ટા, મેઇનીતોબા જૈસે કૂછ શહેરોમેં ખાલિસ્તાની મુવમેન્ટને ઝોર પકડા હૈ,’ રૉના ચીફે માહિતી આપી.
‘પંજાબ મેં ભી ઉસકી હવા લગી હૈ, કેનેડા કે ખાલિસ્તાનીઓ કી ઇન્સ્પિરેશન ઔર હેલ્પ મિલ રહી હૈ,’ આઇબી ચીફ અભિમન્યુ સિંહાએ કહ્યું.
‘કેનેડા મેં લીડર કૌન હૈ?’ અભય તોમારે પંજાબ કરતા કેનેડા પર વજન આપ્યું.
‘કોઇ બબ્બર હૈ… ખાલિસ્તાની મૂવમેન્ટ કા લીડર બન બૈઠા હૈ… અસલ મેં વો સતિન્દરસિંઘ કાલરા કા રાઇટ હેન્ડ હૈ. સતિન્દરસિંઘ કાલરા કો તો આપ જાનતે હી હો… કિતના પાવરફુલ પોલિટિશ્યન ઔર કિતના બડા ડ્રગ માફિયા હૈ. સતિન્દર કો પાકિસ્તાન સપોર્ટ કર રહા હૈ… આઇએસઆઇ ઇઝ પ્રોવાઇડિંગ આર્મ્સ એન્ડ ટ્રેનિંગ ટુ ખાલિસ્તાની ટેરરિસ્ટ્સ એન્ડ એટ ધ સેમ ટાઇમ કિલિંગ સેપરટીસ્ટ્સ ઇન કેનેડા હુ ડિમાન્ડ સેપરેટ બલુચિસ્તાન ફ્રોમ પાકિસ્તાન. (આઇએસઆઇ ખાલિસ્તાની ત્રાસવાદીઓને શસ્ત્રો અને તાલીમ પૂરાં પાડે છે અને સાથે સાથે પાકિસ્તાનમાં અલગ બલુચિસ્તાનની માગણી કરનારા કેનેડાના અલગાવવાદીઓની હત્યા કરે છે)
‘સર, આપ કો યહ ભી પતા હૈ કી શીખ કોમ્યુનિટી કે સારે ઇલાકો મેં સતિન્દરસિંઘ કી પાર્ટી ચુનાવ મેં જીતતી આઇ હૈ… કેનેડા કે પીએમ કો ઉનકે સપોર્ટ કે બગૈર સરકાર મેં રહના મુશ્કિલ હો ગયા હૈ… ઉનકો અગર પાવર મેં રહના હૈ તો ખાલિસ્તાની મૂવમેન્ટ કો ઇન્ડાઇરેક્ટ સપોર્ટ કરના હી પડેગા. ઔર હાં સર, બબ્બર એક-દો દિન મેં ખાલિસ્તાન કી ફેવર મેં બડા ડેમોન્સ્ટ્રેશન કરનેવાલા હૈ,’ બલદેવરાજ ચૌધરીએ ખાલિસ્તાની મૂવમેન્ટનો ચિતાર આપતી વાત પૂરી કરી.
‘એક ઝટકા દે દો કેનેડા કી સરકાર કો… સતિન્દરસિંઘ કાલરા કો… વહાં કે ખાલિસ્તાનીઓં કો… પંજાબ કે ખાલિસ્તાની ટેરરીસ્ટ્સ ભી હિલ જાયેંગેં’
અભય તોમાર બોલીને નીકળી ગયા. રૉના ચીફ અભય તોમારના આવા ઇશારાની રાહ જોઇને જ બેઠા હતા. એમણે તરત જ કેનેડામાં પોતાના એક ખાસ એજન્ટને કોલ કર્યો. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button