ઉત્સવ

સિનેમાની સફ્રર

સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ

(ભાગ બીજો)
સિનેમામાં અંગના પ્રકાર
ફિલ્મી ગીતોમાં નાયક નાયિકાની પ્રશંસા કરતો હોય છે. ધ્યાનથી સાંભળવામાં આવે તો એવું જાણવા મળે છે કે તે નાયિકાની નહીં તેના વાળોની પ્રશંસા કરે છે, ગાલોની પ્રશંસા કરે છે, આંખોની પ્રશંસા કરે છે વગેરે વગેરે.. આનો અર્થ એવો કરી શકાય કે નાયિકાના અંગોની પ્રશંસા કર્યા વગર તેની પ્રશંસા કરવાનું શક્ય નથી. કેટલાક અંગોની પ્રશંસા વારંવાર કરવામાં આવી છે તો કેટલાક અંગો પ્રત્યે ઉપેક્ષા કરવામાં આવી છે. ફિલ્મોના ગીતો અને સંવાદોમાં જે રીતે અંગોનું વર્ણન કરવામાં આવ્યું છે તેની જાણકારી આપણે હવે પછીના ભાગોમાં મેળવીશું.

ગોરો રંગ
‘ગોરે રંગ પે ના ઈતના ગુમાન કર, ગોરા રંગ દો દિન મેં ઢલ જાયેગા’ જ્યારે મેં પહેલી વખત આ ગીત રેડિયો પર સાંભળ્યું ત્યારે મને એવું લાગ્યું હતું કે કોઈ બાબા જી કોઈ ગોરીને આધ્યાત્મિક જ્ઞાન આપી રહ્યા છે કે ગોરા રંગ પર ઘમંડ કરવો સારી વાત નથી. બીજા દિવસે ફિલ્મ જોઈ ત્યારે ખબર પડી કે નાયિકાએ નાયકને ખભા પર હાથ મુકવા દીધો નહોતો એટલે ધુંધવાયેલો નાયક તેના ગોરા રંગને માટે બોલી રહ્યો છે.

વાસ્તવમાં ગોરો રંગ હોય છે જ એટલો કમાલનો કે જોગીઓને
સંસારી બનાવી નાખે છે અને સંસારીઓને જોગી બનાવી નાખે છે.

દુનિયામાં રંગભેદ ખતમ કરવા માટે કેટલા બધા આંદોલનો થયા, કેટલા નારા લાગ્યા, પરંતુ નાયિકાના ગોરા રંગ તરફ કોઈએ આંગળી પણ ઉઠાવી નથી. જેવી રીતે પોલીસની વરદીનો રંગ સ્થાયી સ્વરૂપમાં ખાખી હોય છે તેવી જ રીતે અમારી ફિલ્મી ગોરીઓનો રંગ સ્થાયી સ્વરૂપમાં ગોરો
હોય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?