આમચી મુંબઈમનોરંજનમહારાષ્ટ્ર

દિલ હૈ કી માનતા નહીં…નહીં પૂજા ભટ્ટ આ ફિલ્મની રિમેક બનાવવા નથી માગતી પણ…

આમિર ખાનને પત્રકાર રઘુ જેટલી અને શેઠ ધરમચંદની પુત્રી તરીકે પૂજા ભટ્ટને ચમકાવતી ફિલ્મ આજે પણ સિનેરસિકોને એટલી જ ગમે છે. આ ફિલ્મ બન્ને કલાકારોના અભિનય અને તેના સુમધુર સંગીતને લીધે ખૂબ જ ચાલી હતી. જોકે આ ફિલ્મ રાજકપૂર અને નરગીસ દત્તની ફિલ્મ ચોરી ચોરીથી પ્રેરિત હોવાનું કહેવાય છે. 1991માં આવેલી દિલ હૈ કી માનતા નહીંની રિમેક પૂજા ભટ્ટ બનાવવા માગે છે તેવી અફવાઓ વચ્ચે પૂજાએ સ્પષ્ટતા કરી હતી કે તે આ નહીં પરંતુ પોતાની બીજી એક ફિલ્મ ઝખ્મની રિમેક બનાવવા માગે છે.

‘બોલિવૂડ અભિનેત્રી પૂજા ભટ્ટે હાલમાં જ તેની ફિલ્મ ‘ઝખ્મ’ ફરી જોવાની અને તેને ફરીથી રિલીઝ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ‘ઝખ્મ’ આજે પણ પ્રાસંગિક છે.

ગોવામાં ચાલી રહેલા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં ભાગ લેવી વખતે, પૂજા ભટ્ટે ‘દિલ હૈ કે માનતા નહીં’ની રિમેક વિશે પણ વાત કરી હતી. આ ફિલ્મમાં પૂજા ભટ્ટે આમિર ખાન સાથે કામ કર્યું હતું. તેણે આ ફિલ્મની રિમેક વિશેની વાતને નકારી કાઢી હતી. તેણે કહ્યું કે કોઈ ‘દિલ હૈ કે માનતા નહીં’ની રિમેક નહીં બનાવી શકે કારણ કે તમે મહેશ ભટ્ટને રિપ્લેસ કરી શકતા નથી અને તે તેમના વિના બની શકે નહીં. મહેશ ભટ્ઠ પૂજા અને આલિયા ભટ્ટના પિતા છે અને બન્ને દીકરીઓએ પણ ફિલ્મજગતમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button