દિવાળીના માત્ર 10 દિવસોમાં સાઈબાબાના ચરણે આટલા કરોડનું દાન
શિર્ડી: મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલું શિર્ડી સાઈબાબાના મંદિરમાં આખું વર્ષ ભીડ હોય છે. દર વર્ષે આ મંદિરમાં કરોડો રૂપિયા સાથે સોના અને ચાંદીનું પણ દાન કરવામાં આવે છે.
શિર્ડી સાઈબાબા મંદિરને આ વર્ષે દિવાળીના માત્ર દસ દિવસોમાં લગભગ 17 કરોડ 50 લાખ 56 હજાર અને 68 રૂપિયાનું દાન મળ્યું છે એટ્લે 10 દિવસ દરમિયાન અંદાજે પોણા બે કરોડ રૂપિયાનું દાન મળ્યું હોવાની માહિતી મંદિર પ્રશાસને જારી કરી હતી.
મંદિરમાં દાન કરવામાં આવેલી કુલ રકમમાંથી સાત કરોડ 22 લાખ 39 હજાર 794 જેટલી રોકડ રકમ મંદિરની દાન પેટીમાં નકવામાં આવી હતી. તેમજ ત્રણ કરોડ 98 લાખ 19 હજાર 348 કાઉન્ટર પાસે, અને બાકીની રકમ પી.આર.ઓ ટોલ, ડેબિટ-ક્રેડિટ કાર્ડ, ઓનલાઇન, ચેક-ડીડી અને મની ઓર્ડર વડે મંદિરને દાન આપવામાં આવ્યું છે.
શિર્ડી સાઈબાબા મંદિરમાં ભક્તો રકમ સાથે સાથે ચાંદી, સોનું જેવી કીમતી ધાતુઓનું પણ દાન કરે છે. જેમાં આ વર્ષે 8211.200 ગ્રામ ચાંદીનું દાન સાઇના ચરણે કરવામાં આવ્યું છે, જેની કિમત લગભગ ચાર લાખ 49 હજાર 931 જેટલી છે. સાથે જ 810 ગ્રામ 22 લાખ 67 હજાર 189 રૂપિયાનું સોનું પણ ચડાવવામાં આવ્યું છે.