તાંત્રિકની જાળમાં ફસાઈ એક ગરીબ ચાની લારીવાળી મહિલાને દાગીના ગૂમાવ્યા પણ…
બીમારીથી છૂટકારો મેળવવા, ચપટીમાં કરોડપતિ બનવા કે પછી કોઈ વણગણથી છૂટકારો મેળવવા માટે આજેપણ લોકો તાત્રિંકો પર ભરોસો કરે છે તે દુઃખની વાત છે. આવી ઘટના વલસાડમાં પણ બની હતી, પરંતુ પોલીસે આરોપીને ઝડપી લેતા ગરીબ મહિલાના ઘરેણા બચી ગયા હતા.
આ ઘટનાની વિગતો એવી છે કે વલસાડ અબ્રામા ખાતે રહીને હાઇવે ઉપર ચાની લારી ચલાવતી વિધવા મહિલા પાસે વાપીના એક યુવકે ચા પીધા બાદ રૂપિયા ન હોવાનું જણાવી પોતે તાંત્રિક હોવાનું જણાવ્યું હતું. મહિલાની બીમાર દીકરીની સારવાર માટે તાંત્રિક પાસેથી જરૂરી ઉપચાર માંગ્યો હતો. તાંત્રિકે વિધિ કરવાનું કહ્યુ અને અન્ય સામાન સાથે મહિલાએ પહેરેલા દાગીના પણ ઉતરાવી મૂકાવ્યા હતા. મહિલાની નજર ચૂકવી તાંત્રિક યુવકે ઘરેણાં સરકાવી લીધા હતા. મહિલાને એક થેલીમાં ચોખા બાંધી તેમાં ઘરેણાં મુક્યા હોવાનું જણાવી 51 દિવસ બાદ થેલી ખોલવા જણાવ્યું હતું. બીજા દિવસે મહિલાના દીકરાને તાંત્રિક યુવક ઉપર શંકા ગઈ હતી.
બીજા દિવસે લારી ઉપર તાંત્રિક યુવક આવ્યો હતો અને તેની વાતોથી મહિલાના દીકરાને તાંત્રિક ઉપર શંકા ગઈ હતી. જેથી થેલી મંગાવી ચેક કરતા ઘરેણાંની જગ્યાએ થેલીમાં ચોખા મળી આવ્યા હતા. યુવકને બેસાડી પૂછતાં પોતાનું નામ નૂર મહોમદ અજીજઉલ્લા શેખ હોવાનું અને પોતે વાપી ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું. જોકે દીકરાએ લારી ઉપર બેસાડી પોલીસને ઘટનાની જાણ કરે તે પહેલાં તાંત્રિક ત્યાંથી જતો રહ્યો હતો. જે બાદ પીડિત મહિલા અને તેના દીકરાએ નૂર મહોમદ અજીજઉલ્લા શેખ વિરુદ્ધ સીટી પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. વલસાડ સીટી પોલીસે કાળી માતાના તાંત્રિક તરીકે છેતરપિંડી કરનાર વિધર્મી યુવક નૂર મહોમદ અજીજઉલ્લા શેખ ની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી