ટોપ ન્યૂઝનેશનલ

2024ની સાતમી જાન્યુઆરી દરેક ભારતીય માટે મહત્ત્વની, જાણો કેમ આવું કહ્યું ISRO ચીફે?

શ્રી હરિકોટ્ટાઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના ચીફ એસ. સોમનાથે આદિત્ય-એલ1ને લઈને એક મહત્ત્વની માહિતી શેર કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સૂર્યનો અભ્યાસ કરવા માટે ભારતના પ્રથમ અવકાશ મિશન હેઠળ લોન્ચ કરવામાં આવેલું આદિત્ય-એલ1 અવકાશયાન તેના અંતિમ તબક્કામાં છે અને એલ1 બિન્દુમાં પ્રવેશવાની પ્રક્રિયા 7મી જાન્યુઆરી 2024 પૂર્ણ કરે એવી અપેક્ષા સેવાઈ રહી છે.

ISRO ચીફ સોમનાથે વિક્રમ સારાબાઈ સ્પેસ સેન્ટર ખાતે પ્રથમ સાઉન્ડિંગ રોકેટના પ્રક્ષેપણના 60મા વર્ષની ઉજવણીમાં આયોજિત કાર્યક્રમમાં આદિત્ય-એલ1 અંગે મહત્ત્વની માહિતી આપી હતી તેમણે એવું પણ જણાવ્યું હતું કે મને લાગે છે કે આ મિશન લગભગ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.

L1 બિન્દુમાં પ્રવેશ માટેની અંતિમ તૈયારીઓ સતત આગળ વધી રહ્યું છે અને L1 પોઈન્ટમાં પ્રવેશવાની અંતિમ પ્રક્રિયા અંદાજે 7મી જાન્યુઆરી, 2024 સુધીમાં પૂર્ણ થશે, એવો અંદાજો પણ તેમણે વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બેંગ્લોરના શ્રીહરિકોટાના ખાતે આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી બીજી સપ્ટેમ્બરના રોજ આદિત્ય L1 સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું.

ઈસરોના જણાવ્યા મુજબ આદિત્ય-એલ1 સૂર્યનો અભ્યાસ કરનાર પ્રથમ અવકાશ-આધારિત વેધશાળા છે. આ અવકાશયાનને 125 દિવસમાં પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટરની મુસાફરી કર્યા પછી લેગ્રાંગિયન બિંદુ L1ની આસપાસ પ્રભામંડળની ભ્રમણકક્ષામાં સ્થાપિત થશે.

L1 બિંદુને સૂર્યની સૌથી નજીક માનવામાં આવે છે. આદિત્ય L1 સૂર્યના રહસ્યો જાણવા માટે વિવિધ પ્રકારના વૈજ્ઞાનિક અભ્યાસ હાથ ધરશે અને તેની તસવીરો પણ પૃથ્વી પર વધુ વિશ્લેષણ માટે ધરતી પર મોકલશે, એવું ઈસરો ચીફે વધુમાં જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button