નવી દિલ્હીઃ થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે શ્રીલંકા ભારતીયોને ફ્રી વિઝા આપી રહ્યું છે. આ જોઇેન થાઇલેન્ડે પણ પ્રવાસીઓને ખુશીના સમાચાર આપ્યા હતા કે મે 2024 સુધી ભારતીયોને થાઇલેન્ડમાં વિઝા-ફ્રી એન્ટ્રી મળશે. હવે હવે આ યાદીમાં એક અન્ય દેશ પણ સામેલ થયો છે. અને તે બીજો કોઈ નહીં પણ કપલ્સનું સૌથી ફેવરિટ પ્લેસ વિયેતનામ છે. જે આપણા ભારતીયો માટે ખૂબ જ સસ્તું છે અને દર વર્ષે તેના કુદરતી સૌંદર્યથી લોકોને આકર્ષે છે.
વિયેતનામની સ્થાનિક સમાચાર એજન્સી વીએમ એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, ઘણા મીડિયા અહેવાલો અનુસાર, વિયેતનામના સંસ્કૃતિ, રમતગમત અને પર્યટન મંત્રી ન્ગુયેમ વાન હંગે પ્રવાસનને સુધારવા માટે ભારત અને ચીનના લોકોને ટૂંકા ગાળાની વિઝા મુક્તિની ઓફર કરી છે.
હાલમાં, ફક્ત જર્મની, ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, ડેનમાર્ક, સ્વીડન અને ફિનલેન્ડના નાગરિકો વિઝા વિના વિયેતનામમાં પ્રવેશ કરી શકે છે. વિયેતનામમાં 13 દેશોના નાગરિકો માટે વિઝા માફીની અવધિમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે, જે હવે 45 દિવસની છે.
છેલ્લા મહિનાઓ ભારતીય પ્રવાસીઓ માટે ઘણા સારા રહ્યા છે, થાઈલેન્ડ અને શ્રીલંકા બંનેએ ભારતીય નાગરિકોને વિઝા મુક્તિ આપી છે. થાઈલેન્ડે 10 નવેમ્બરથી ભારતીય પ્રવાસીઓ માટે વિઝા આવશ્યકતાઓ નાબૂદ કરી દીધી છે. આ છૂટછાટ સાથે, ભારતીય પ્રવાસીઓને 13 દિવસ રહેવાની છૂટ છે અને તમે આવતા વર્ષે 10 મે સુધી તેનો લાભ લઈ શકો છો. થાઈલેન્ડ સરકારે એમ પણ કહ્યું હતું કે જો માંગ વધુ વધશે તો યોજનાને આગળ વધારવામાં આવશે.
આ વર્ષે ઓક્ટોબરમાં શ્રીલંકાએ ભારત, ચીન અને રશિયા સહિત સાત દેશોની મુસાફરી માટે વિઝા ફ્રી એન્ટ્રી શરૂ કરી હતી. આ પહેલ 31 માર્ચ 2024 સુધી અસરકારક રહેશે. મતલબ કે આ સમયગાળા દરમિયાન ભારતીય પ્રવાસીઓ વિઝા વિના શ્રીલંકાની મુલાકાત લઈ શકશે.
ભારતથી વિયેતનામ જવા માટે વિયેતનામ એરલાઈન્સ, એરએશિયા, થાઈ એરવેઝ અને સિંગાપોર એરલાઇન્સ દિલ્હી, મુંબઇ અને કોલકાતાથી ફ્લાઈટ્સનું સંચાલન કરે છે. તો તમે ક્યારે ઉપડો છો વિયેટનામની સફરે…..
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને