આમચી મુંબઈમહારાષ્ટ્ર

એમપીએસસી બોર્ડ દ્વારા પરીક્ષાના સમયપત્રકમાં ફરી ગરબડ : એકજ દિવસે યોજાશે ૩ પરીક્ષાઓ

મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોતાં મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC) પરીક્ષાઓ સર કરવા દર વર્ષે લખો વિદ્યાર્થીઓ દિવસ રાત મહનત કરે છે. પણ એમપીએસસી પરીક્ષામાં સફળ થવા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીને અનેક મુસીબતોની સામનો કરવો પડે છે.

આ વર્ષે એમપીએસસી બોર્ડ દ્વારા એવી ગરબડ કરવામાં આવી છે જેને લીધે વિદ્યાર્થીઓને એકજ દિવસમાં ત્રણ પરીક્ષા પેપર આપવાના રહેશે. એમપીએસસીની આ ત્રણ પરીક્ષાઓ ૧૭ ડિસેમ્બરના રોજ લેવામાં આવવાની છે જેથી અનેક વિદ્યાર્થીઓની બે તકો નકામી જવાની છે.

એમપીએસસીની એકજ દિવસે લેવામાં આવનારી આ પરીક્ષાઓમાં જુથ ક ક્લાર્ક, ટૅક્સ આસિસ્ટન્ટ અને સાર્વજનિક બાંધકામ વિભાગના આર્કિટેક્ચર આસિસ્ટન્ટ એન્જિનિયરના પોસ્ટ માટેની પરીક્ષાઓની સમાવેશ છે.આ ત્રણેય પરીક્ષાઓ એકજ દિવસે રાખવામા આવતા વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે. એકજ દિવસે રાખવામા આવેલી પરીક્ષાઓની તારીખમાં બદલાવ કરવાની માંગણી વિદ્યાર્થીઓએ કરી છે.

મહારાષ્ટ્રના રાજ્યના રાજ્ય લોકસેવા આયોગ તરફથી પરીક્ષામાં પાસ થયેલા ખેતી વિભાગમાં ૨૦૩ ઉમેદવારોની ગયા છ મહિનાથી નિમણૂક કરવામાં આવી નથી. પરીક્ષા પાસ થયા હોવા છતાં અનેક વિદ્યાર્થીઓ બેરોજગારીનો સામનો કરી રહ્યા છે.

હાલમાં રાજ્ય સરકાર દ્વારા ૭૫ હજાર પદો માટે જગ્યા ભરવાની જાહેરાત કરવામાં આવી છે પણ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓની અવગણના કરવામાં આવી રહી છે. આ મામલે સરકારનો યોગ્ય જવાબ ન આવતા વિદ્યાર્થી સંગઠનાએ સરકાર વિરુદ્ધ આંદોલન કરવાની ચેતવણી આપી

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button