આ દિવસે પોતાનાથી 10 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે પ્રભુતામાં પગલાં માંડશે બોલિવૂડ અભિનેતા
મુંબઈઃ બોલિવૂડમાંથી એક શુભ સમાચાર આવ્યા છે. એક્ટર રણદીપ હુડ્ડા ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. અભિનેતા આ મહિને તેની કરતાં 10 વર્ષ નાની તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. રણદીપે પોતે X પર એક પોસ્ટમાં આ માહિતી શેર કરી છે. રણદીપ આ વર્ષના નવેમ્બરના અંતમાં 29મીએ લગ્ન કરશે. લગ્ન અને તમામ વિધિ મણિપુરમાં થશે.
ણદીપ હુડ્ડા અને તેની ગર્લફ્રેન્ડ લીન લેશરામ 29 નવેમ્બરે મણિપુરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ યુગલ મણિપુરની પરંપરા મુજબ મણિપુરી પોશાક પહેરીને લગ્ન કરશે. આ પછી અભિનેતા રણદીપ હુડ્ડા મુંબઈમાં ભવ્ય રિસેપ્શન આપશે. આ રિસેપ્શનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા જાણીતા ચહેરાઓ હાજરી આપવાના છે.
રણદીપ હુડાની ગર્લફ્રેન્ડ લીન લેશરામ અભિનેત્રી અને મોડલ છે. તેણે 2007માં રિલીઝ થયેલી ફિલ્મ ઓમ શાંતિ ઓમથી તેની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી લીન મેરી કોમ અને રંગૂન જેવી ફિલ્મોનો પણ ભાગ રહી ચુકી છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી નેટફ્લિક્સ ફિલ્મ જાને જાનમાં પણ લીન કરીના કપૂર સાથે જોવા મળી હતી. 47 વર્ષીય રણદીપ તેના કરતા 10 વર્ષ નાની લીન સાથે લગભગ 3 વર્ષથી રિલેશનશિપમાં છે. હાલમાં જ બંને એક પબ્લિક ફંક્શનમાં પણ સાથે જોવા મળ્યા હતા.