નેશનલ

ઉત્તરકાશીમાં રેસ્ક્યુ ઓપરેશન કરી રહેલું ઓગર મશીન જ તૂટી ગયું અને…

ઉત્તરાખંડઃ ઉત્તરકાશીની સિલક્યારા ટનલમાં 14-14 દિવસથી ફસાયેલા મજૂરોને બચાવવા માટે હાથ ધરવામાં આવેલા રેસ્ક્યુ ઓપરેશનમાં ફરી એક વખત અવરોધ ઊભો થયો છે. રેસ્ક્યુ ઓપરેશનમાં ઉપયોગમાં લેવાઈ રહેલું ઓગર મશીન જ રેસ્ક્યુ ઓપરેશનમાં વિલંબનું કારણ બની રહ્યું છે.

આવો જોઈએ શું છે આખો મામલો-

મળી રહેલી માહિતી પ્રમાણે રેસ્ક્યુ ઓપરેશન માટે લાવવામાં આવેલું ઓગર મશીન જ તૂટીને પાઈપમાં ફસાઈ ગયું છે. રેસ્ક્યુ ઓપરેશન સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે એ વાતમાં કોઈ જ શંકા નથી કે હવે ઓગર મશીનના ટુકડા પાઈપમાંથી બહાર નહીં કાઢવામાં આવે ત્યાર બાદ જ મેન્યુઅલી આ રેસ્ક્યુ ઓપરેશનને આગળ વધારી શકાશે. આ કામમાં 24થી 36 કલાકનો સમય લાગી શકે છે.

અન્ય એક અધિકારીએ આ બાબતે વધુ માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે હવે વર્ટિકલ ડ્રિલિંગનો ઓપ્શન પણ ખોલી દેવામાં આવ્યો છે અને એ દિશામાં પણ કામ શરૂ કરવામાં આવશે. પરંતુ એમાં પણ ઓછોમાં ઓછા પાંચ-છ દિવસનો સમય લાગી શકે છે.

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું હતું કે 25 મીટરની બ્લેડ હજી કાઢવાની છે. આવતીકાલે સવાર સુધી મશીન કાઢી લેવામાં આવશે. મારી હમણાં જ અંદર ફસાયેલા મજૂરો સાથે વાત થઈ છે અને બધાએ કહ્યું હતું કે અંદર બધુ ઠીક છે, સ્વસ્થ છે. હૈદરાબાથી ઓગર મશીન કાપવા માટે પ્લાઝમા મશીન મંગાવવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સ્તર પર દરેક શક્ય એ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સતત આ રેસ્ક્યુ ઓપરેશનના અપડેટ લઈ રહ્યા છે.

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામી સિલક્યારા ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવા હાથ ધરાયેલા રેસ્ક્યુ ઓપરેશનની ક્ષણેક્ષણની અપડેટ લઈ રહ્યા છે અને તેઓ સતત અલગ અલગ ટીમ સાથે મળી શું-શું કરી શકાય એની ચર્ચા-વિચારણા કરી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button