આમચી મુંબઈ

રવિવારે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો? આ છે મહત્વની અપડેટ…

મુંબઈ: દિવાળી વેકેશનનો છેલ્લો રવિવાર છે એવું સમજીને જો તમે પણ બચ્ચાપાર્ટીને લઈને બહાર ફરવા લઈ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો પહેલાં આ સમાચાર ખાસ વાંચી લેજો અને એ પ્રમાણે ટ્રાવેલ પ્લાન કરજો. સિગ્નલ, ટ્રેક મેઈન્ટનન્સ સહિતના અન્ય મહત્વના કામો માટે મધ્ય, હાર્બર લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. જ્યારે પશ્ચિમ રેલવે પર આજે રાતે જ નાઈટ બ્લોક હાથ ધરવામાં આવશે.

મધ્ય રેલવે પર થાણે- માટુંગા વચ્ચે અપ – ડાઉન સ્લો લાઈન પર સવારે 11 કલાકથી સાંજે 4 કલાક સુધી મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન થાણે- માટુંગા વચ્ચે અપ-ડાઉન સ્લો લોકલ અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. ડાઉન દિશામાં થાણે અને અપ દિશામાં માટુંગા બાદ સ્લો લોકલ ટ્રેન પાછી સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. આ લોકલ ટ્રેનને નાહુર, વિદ્યાવિહાર અને કાંજુરમાર્ગ સ્ટેશન પર હોલ્ટ નહીં આપવામાં આવે.


હાર્બર લાઈનની વાત કરીએ તો હાર્બર લાઈન પર પનવેલ વાશી વચ્ચે અપ-ડાઉન લાઈન પર સવારે 11 કલાકથી સાંજે 4 કલાક સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના આ સમયગાળા દરમિયાન સીએસએમટી- પનવેલ, બેલાપુર વચ્ચે અપ-ડાઉન લોકલ ટ્રેનો બંધ રહેશે. આ સિવાય થાણે- પનવેલ વચ્ચે પણ કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.


આગળ વધીએ અને વાત કરીએ પશ્ચિમ રેલવે પર આજે રાતે હાથ ધરવામાં આવનાર નાઈટ બ્લોકની તો પશ્ચિમ રેલવે પર આજે રાતે બોરીવલી ભાયંદર વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર મધરાતે 12.30 કલાકથી વહેલી સવારે 4.30 કલાક સુધી મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમય દરમિયાન તમામ અપ-ડાઉન ફાસ્ટ લોકલ બોરીવલીથી વસઈ- વિરાર વચ્ચે સ્લો લાઈન પર દોડાવવામાં આવશે.


પશ્ચિમ રેલવે પરના આ નાઈટ બ્લોકને કારણે આવતીકાલે એટલે કે રવિવારે પશ્ચિમ રેલવે પર દિવસે કોઈ પણ બ્લોક હાથ નહીં ધરવામાં આવે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button