નેશનલ

‘ધરપકડ સામે ધરપકડ’, નિવેદન મમતા બેનરજીને મોંઘુ પડી શકે છે, ભાજપે ફરિયાદ નોંધાવી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ બીજેપી નેતાઓની ધરપકડ કરવા માટેનું નિવેદન આપીને તોફાન મચાવ્યું છે. તેમણે કહ્યું હતું કે ટીએમસીના ચાર વિધાન સભ્યો જેલમાં છે. આવી ધરપકડો દ્વારા ભાજપ અમારા વિધાન સભ્યોની સંખ્યા ઘટાડવા માંગે છે, પરંતુ જો તેઓ ચારની ધરપકડ કરશે તો હું તેમના વિધાન સભ્યો સામે નોંધાયેલા જૂના કેસો ફરીથી ખોલીશ અને આઠની ધરપકડ કરીશ. બંગાળમાં વિપક્ષી નેતા સુભેન્દુ અધિકારીએ મમતાના નિવેદનને લઈને પોલીસને ફરિયાદ કરી છે અને એફઆઈઆર નોંધવાની માંગ કરી છે.

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ તાજેતરમાં કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં પાર્ટીના એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ બીજેપી નેતાઓની ધરપકડ કરવા માટેનું નિવેદન આપીને તોફાન મચાવ્યું છે. ભાજપે તેમના નિવેદનને ડરાવનારું અને ધમકીભર્યું ગણાવ્યું હતું. મમતા બેનરજીએ તેમના ચાર ધારાસભ્યોને બદલે ભાજપના આઠ નેતાઓને જેલમાં મોકલવાની ખુલ્લી ધમકી આપી હતી.
મમતા બેનરજીના આ નિવેદન અંગે સુવેન્દુ અધિકારીએ પોલીસમાં ફરિયાદ કરી છે. શુભેન્દુએ વધુમાં જણાવ્યું હતું કે, “નેતાજી ઇન્ડોર સ્ટેડિયમ હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં આવતું હોવાથી, મેં સંબંધિત પીએસ અધિકારીઓને મારી ફરિયાદ ઈમેલ કરી છે. મને આશા છે કે પોલીસ ધાકધમકી અને વહીવટી સત્તાનો દુરુપયોગ અટકાવશે અને યોગ્ય પગલાં લેશે. ધમકી આપવા બદલ તેમની સામે કાર્યવાહી કરો. જો પોલીસ એફઆઈઆર નોંધવાનો ઇનકાર કરશે, તો હું 72 કલાક રાહ જોઈશ અને પછી ફરિયાદની નોંધ લેવા માટે ACJM કોર્ટનો સંપર્ક કરીશ.”

મમતા બેનરજીના આવા બેજવાબદારીભર્યા અને રાજકીય કિન્નાખોરી ધરાવતા નિવેદન સામે પોલીસ એફએઇઆર નોંધાવવામાં તો આવી જ છે અને એવું લાગે છે કે આવું નિવેદન મમતા દીદીને મોંઘું પડી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button