સ્પોર્ટસ

સૂર્યકુમાર યાદવે ટી-૨૦માં ૧૩મી વખત જીત્યો પ્લેયર ઓફ ધ મેચનો અવોર્ડ, રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો

વિશાખાપટ્ટનમ: ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે પ્રથમ વખત ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચમાં ભારતની કેપ્ટનશિપ સંભાળી હતી અને તેની શરૂઆત જીત સાથે કરી હતી. કેપ્ટન તરીકે સૂર્યકુમાર પ્રથમ મેચમાં સફળ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે સૂર્યકુમારે ૪૨ બોલમાં ચાર છગ્ગા અને નવ ચોગ્ગાની મદદથી ૮૦ રનની જોરદાર ઇનિંગ રમી હતી. સૂર્યકુમારની ઈનિંગથી ભારતને ફાયદો થયો હતો, પરંતુ રિંકુ સિંહની અણનમ ૨૨ રનની ઝડપી ઈનિંગ્સે છેલ્લી ક્ષણે ભારતને જીત અપાવી હતી.
સૂર્યકુમાર યાદવને તેની ઈનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો અવોર્ડ આપવામાં આવ્યો હતો અને તેણે ટી-૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યાર સુધી રમાયેલી ૫૪ મેચોમાં ૧૩ વખત આ અવોર્ડ જીત્યો છે. સૂર્યકુમાર યાદવ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં આ અવોર્ડ જીતનાર ભારતનો બીજો ખેલાડી બન્યો છે અને તેણે રોહિત શર્માને પાછળ છોડી દીધો જેણે ૧૨ વખત આ સિદ્ધિ મેળવી હતી.
ટી-૨૦ ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવ પ્લેયર ઓફ ધ મેચનો અવોર્ડ જીતવા મામલે ત્રીજા સ્થાને છે. જ્યારે કોહલી પ્રથમ, મોહમ્મદ નબી બીજા સ્થાને અને રોહિત શર્મા ચોથા સ્થાને છે. એટલું જ નહીં, સૂર્યકુમાર યાદવ ટી-૨૦ મેચમાં ભારત માટે કેપ્ટનશિપની શરૂઆત કરતી વખતે પ્લેયર ઓફ ધ મેચનો અવોર્ડ જીતનાર બીજો ખેલાડી બન્યો હતો. સૂર્યકુમાર પહેલા ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહે આયરલેન્ડ પ્રવાસ પર કેપ્ટનશિપની શરૂઆત કરતી વખતે પહેલી જ મેચમાં આ અવોર્ડ જીત્યો હતો. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button