નેશનલ

પાકિસ્તાન નિવૃત્ત જવાનોને આતંકવાદી બનાવીને કાશ્મીરમાં મોકલી રહ્યું છે

સુરેશ. એસ. ડુગ્ગર

નવી દિલ્હી: પાકિસ્તાન નિવૃત્ત જવાનોને આતંકવાદી બનાવીને કાશ્મીરમાં મોકલી રહ્યું હોવાને કારણે જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ આતંકવાદને ખતમ કરવા વધુ મહેનત કરવી પડશે. સેનાનું માનવું છે કે આ કારણે હવે આતંકવાદ વિરુદ્ધની ભારતની લડાઈ એક નવી દિશામાં જઈ રહી છે.
સેનાના ઉત્તરી વિભાગના લે. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કબૂલ્યું હતું કે કાશ્મીરમાં ઠાર મરાયેલા અનેક વિદેશી આતંકવાદીઓના ભૂતકાળની તપાસ કરતા તેઓ અગાઉ પાકિસ્તાનની સેનામાં કામ કરી ચુક્યા હોવાનું જાણવા મળ્યું હતું.
તેમનું કહેવું છે કે આ પ્રકારના તાલિમબદ્ધ આતંકવાદીઓ સાથે લડતી વખતે ભારતીય સેનાએ ભારે મુકાબલાનો સામનો કરવો પડતો હોવા ઉપરાંત સેનાના જવાનો અને અધિકારીઓને પણ ગુમાવવા પડી રહ્યા છે.
રાજૌરીના બાલાકોટમાં શહીદ થયેલા સેનાના અધિકારીઓ તેમ જ જવાનોને શ્રદ્ધાંજલી આપવા ગયેલા લે. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે આ વિસ્તારમાં સક્રિય તમામ આતંકવાદીઓને ભારતીય સેના ઠાર મારશે.
એક અનુમાન મુજબ રાજૌરી અને પૂંચ જિલ્લાને અડીને આવેલા વિસ્તારોમાં હજુ પણ ૨૦થી ૨૫ આતંકવાદીઓ સક્રિય છે. એમાં પાકિસ્તાનની સેનાના નિવૃત્ત અધિકારીઓ કેટલા છે એ અંગે માહિતી મેળવવામાં આવી રહી છે.
આ વિસ્તારમાં સક્રિય આતંકવાદી સંગઠનોને જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક આતંકવાદીઓ નથી મળી રહ્યા એટલે પાકિસ્તાન વિદેશી આતંકવાદીઓને મોકલવાની કોશિશ કરી રહ્યું છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત