આમચી મુંબઈ

ઍરપોર્ટના ટર્મિનલ-ટૂને ઉડાવી દેવાની ધમકી આપનારો કેરળમાંથી ઝડપાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટના ટર્મિનલ-૨ને બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની કથિત ધમકી આપનારાને મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે (એટીએસ) કેરળમાં પકડી પાડ્યો હતો. આરોપીએ ધમકીભર્યા ઈ-મેઈલમાં એક મિલિયન યુએસ ડૉલર્સ બિટકોઈનમાં માગ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ ગુરુવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ ઍરપોર્ટને ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. ઍરપોર્ટનું સંચાલન મુંબઈ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ લિમિટેડ (એમઆઈએએલ) કરે છે. એમઆઈએએલના ફીડબેક ઈ-મેઈલમાં આ મેઈલ આવ્યો હતો.
મેઈલમાં ધમકી આપવામાં આવી હતી કે તમારા ઍરપોર્ટને આ છેલ્લી ચેતવણી છે. આપેલા સરનામે બિટકોઈનમાં એક મિલિયન યુએસ ડૉલર્સ ટ્રાન્સફર કરવામાં નહીં આવે તો ૪૮ કલાકમાં ટર્મિનલ-૨ પર બ્લાસ્ટ થશે.
આ ધમકીને ગંભીરતાથી લઈ ઍરપોર્ટના અધિકારી દ્વારા સહાર પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદને આધારે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૮૫ અને ૫૦૫ (૧) હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો, જેની સમાંતર તપાસ એટીએસ કરી રહી હતી.
તપાસ દરમિયાન આ મેઈલ કેરળથી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. એટીએસની એક ટીમ કેરળ પહોંચી હતી અને શકમંદઽઽ સેવિક સહાને તાબામાં લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં સહાની સંડોવણી હોવાનું જણાતાં તપાસ માટે તેનો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો. વધુ કાર્યવાહી માટે આરોપીને સહાર પોલીસના તાબામાં સોંપાયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?