મનોરંજન

હવે બિગ બી રહ્યા નથી ‘પ્રતિક્ષા’ બંગલોના માલિક, જાણો હકીકત?

મુંબઈઃ બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન કોઈના કોઈ કારણસર સોશિયલ મીડિયા છવાયેલા રહે છે. ગયા અઠવાડિયા દરમિયાન ડીપફેકના મુદ્દે લાઈમલાઈટમાં આવી ગયા હતા, પરંતુ તાજેતરમાં પોતાના બંગલા પ્રતિક્ષા માટે ચર્ચાનું કારણ બન્યા છે.

મૂળ વાત કરીએ. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને પોતાની દીકરી શ્વેતા નંદાને મુંબઈના આલિશાન બંગલો પ્રતિક્ષાની ભેટ આપીને બિગ લાઈમલાઈટમાં આવી ગયા છે. મળતા મીડિયાના અહેવાલ અનુસાર બચ્ચન પરિવારે આ બંગલાને ભેટ આપ્યા પછી તેની સ્ટેમ્પ ડ્યૂટી પેટે 50 લાખનું વળતર ચૂકવ્યું હતું. જુહુ ખાતેના આ બંગલાની કિંમત 50.60 કરોડ રુપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.

વર્તમાન નિયમો મુજબ મુંબઈમાં પિતા દ્વારા પુત્રી કે પુત્રને ભેટમાં આપેલી રહેણાંક મિલકત પર એક્ટ દીઠ એક ટકા મેટ્રો સેસની સાથે રૂ. 200ની નજીવી સ્ટેમ્પ ડ્યૂટી લાગે છે, જે બે જમીન પર બંગલો બાંધવામાં આવ્યો છે, તેમાંથી એક 9,585 ચોરસફૂટમાં ફેલાયેલી જમીન અમિતાભ અને જયા બચ્ચનની સંયુક્ત માલિકીની હતી, જ્યારે બીજી 7,255 ચોરસ ફૂટમાં ફેલાયેલી જમીન એકલા અમિતાભની હતી.

અમિતાભના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર પણ લોકોએ તેની નોંધ લઈને પ્રશંસા કરી હતી. એક યૂઝરે લખ્યું હતું કે બિગ બીની પ્રશંસા કરીને કહ્યું હતું કે દીકરીને પણ સમાન હક મળવો જોઈએ, જ્યારે બીજાએ લખ્યું હતું કે દીકરી માટે અમિતાભે બહુ સારું વિચાર્યું છે, જ્યારે એક યૂઝરે લખ્યું હતું કે બેસ્ટ ફાધર ઈન ધ વર્લ્ડ. હવે, બિગ પ્રતિક્ષા બંગલોના માલિક રહ્યા નથી, પરંતુ તેમના કામે લોકોનું દિલ જીતી લીધું છે.

બિગ બીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તાજેતરમાં બિગ બીની રિલીઝ થયેલી ગણપત ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. એના સિવાય પણ બિગ પાસે સેક્શન 84માં જોવા મળશે. બિગ પાસે અન્ય બિગ પ્રોજેક્ટમાં કલ્કિ 2898 એડીમાં પણ જોવા મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button