‘હમાસની જેમ હુમલા કરો, પીએમ અને ગૃહપ્રધાનને ટાર્ગેટ કરો’, કોણે આપી આવી ધમકી?
આતંકવાદી સંગઠન ‘કાશ્મીર ફાઇટ’ તરફથી એક ધમકીભર્યો પત્ર સામે આવ્યો છે. આ પત્રમાં સંગઠને તેના સભ્યોને પર્યટકો, બહારના લોકો, સુરક્ષા દળોના જવાનો પર હુમલા કરવાની વાત કરી છે. આ ઉપરાંત આ પત્રમાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પણ નિશાન બનાવવાની વાત કરી છે.
‘કાશ્મીર ફાઇટ’ નામના એક આતંકવાદી સંગઠને તેના એક પત્રમાં સભ્યોને આહ્વાન કર્યું છે કે જે રીતે હમાસે થોડા સમય પહેલા ઇઝરાયલ પર ઓચિંતા જ હુમલો કરી દીધો હતો એ રીતે જ હુમલા કરવાના રહેશે. પર્યટકો, સુરક્ષા દળોના જવાનો, બહારના લોકોને ખાસ નિશાન બનાવવા માટે પત્રમાં જણાવાયું છે.
પત્રમાં સભ્યોને કહેવાયું છે કે મોટી હાઇપ્રોફાઇલ હસ્તીઓને શિકાર બનાવવી, આમાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો પણ ઉલ્લેખ કર્યો હતો. ગાઝામાં થઇ રહેલો નરસંહાર એ તમામ લોકો માટે આંખો ખોલનારો છે જે સંયુક્ત રાષ્ટ્ર અથવા અન્ય માનવાધિકાર સમૂહ તથા દેશ પાસે અપેક્ષાઓ રાખે છે.
પોતાના લેટરમાં આતંકી સંગઠને જણાવ્યું હતું કે આ એક ખતરનાક સ્થિતિ છે અને યુવાનોએ સશસ્ત્રપણે બહાર આવીને એ જગ્યાએ હુમલો કરવો પડશે, જ્યાં તેની સૌથી વધુ અસર ઉભી થાય. જો આ પાખંડી ગાઝા નરસંહાર કરવા માટે તૈયાર છે તો HOJKનાં ભવિષ્ય માટે પણ વિચારો. પત્રને પગલે ભારતીય સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ છે અને સતત એલર્ટ મોડ પર છે.