સ્પોર્ટસ

આ ટેનિસ ખેલાડીઓએ પાકિસ્તાનનો પ્રવાસ ખેડવાનો કર્યો ઈનકાર

બેંગલુરુઃ ભારતના સ્ટાર ટેનિસ ખેલાડી સુમિત નાગલ અને શશિ કુમાર મુકુંદ આગામી ડેવિસ કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે નહીં. રાષ્ટ્રીય સંગઠને ખેલાડીઓના આ વલણ પર તેની આગામી કાર્યકારી બેઠકમાં ચર્ચા કરવાનો નિર્ણય લીધો છે. નાગલ ભારતનો સર્વશ્રેષ્ઠ ખેલાડી છે. તેની વર્લ્ડ રેન્કિંગ 141 છે, જ્યારે મુકુંદ 477ની વર્લ્ડ રેન્કિંગ સાથે ભારતીય ખેલાડીઓમાં બીજા સ્થાને છે.

આ બંને ખેલાડીઓએ માહિતી આપી છે કે તેઓ ફેબ્રુઆરીમાં યોજાનારી વર્લ્ડ ગ્રુપ વન પ્લે-ઓફ મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. જોકે તેમણે આ અંગે કોઈ નક્કર કારણ જણાવ્યું નથી.

મળતા રિપોર્ટ અનુસાર નાગલ રમવા માંગતો નથી, કારણ કે આ મેચ ગ્રાસ કોર્ટ પર હશે. તે આ પ્રકારની કોર્ટમાં શ્રેષ્ઠ દેખાવ કરવામાં સક્ષમ નથી. મુકુંદે અંગત કારણોસર આ સ્પર્ધામાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે.

એઆઈટીએના સૂત્રોએ જણાવ્યું હતું કે નાગલે ઘણા સમય પહેલા ટીમ મેનેજમેન્ટને કહ્યું હતું કે પાકિસ્તાન સામેની મેચ માટે તેમના નામ પર વિચાર કરવામાં ના આવે કારણ કે તેને ગ્રાસ કોર્ટ પર રમવાનું પસંદ નથી.’

વર્તમાન સંજોગોમાં ભારતીય અભિયાનનું નેતૃત્વ રામકુમાર રામનાથન કરશે, જે ટીમ આ મેચ જીતશે તે વર્ષ 2024માં વર્લ્ડ ગ્રુપ વનમાં રહેશે. ભારતનો બીજો વિકલ્પ દિગ્વિજય પ્રતાપ સિંહ છે જેણે આ વર્ષે સપ્ટેમ્બરમાં મોરોક્કો સામે ડેવિસ કપમાં ડેબ્યૂ કર્યું હતું.

રોહન બોપન્ના પહેલેથી જ નિવૃત્ત થઈ ચૂક્યો છે અને સિંગલ્સમાં તેમના ટોચના ખેલાડી નાગલની ગેરહાજરીમાં ભારત ફેવરિટ તરીકે શરૂઆત કરશે નહીં જ્યારે પાકિસ્તાન પણ બે વૃદ્ધ ખેલાડીઓ અકીલ ખાન અને એસામ ઉલ હક કુરેશી પર આધાર રાખશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button