સ્પોર્ટસ

આ ખાસ વ્યક્તિના નામનું ટેટુ કરાવ્યું છે ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર પ્લેયરે, જાણી લો કોણ છે એ?

T-20ના કેપ્ટન અને ટીમ ઈન્ડિયાના ધૂંઆધાર બેટ્સમેન સૂર્યકુમાર તેની હિટિંગ પાવર માટે ક્રિકેટરપ્રેમીઓમાં લોકપ્રિય છે. આ સિવાય પણ સૂર્યકુમારની બીજી ઓળખ બની ચૂક્યા છે તેના શરીર પર આવેલા અસંખ્ય ટેટુઓ… પોતાની બેટિંગથી તો લોકોને આ ક્રિકેટરે પ્રભાવિત કર્યા જ છે પણ એની સાથે સાથે જ તેણે કરાવેલા ટેટુએ પણ તેને એક આગવી ઓળખ ઊભી કરી છે. આજે આપણએ અહીં વાત કરીશું સૂર્યકુમાર યાદવે કઈ ખાસ વ્યક્તિના નામનું ટેટું પોતાના શરીર પર કરાવ્યું છે એના વિશે.

અહીંયા તમારી જાણ માટે કે માર્ચ 2021માં ઈંગ્લેન્ડ સામેની T20 ઈન્ટરનેશનલ સિરીઝથી સૂર્યકુમારે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. એટલું જ નહીં પણ તેણે પ્રથમ ઈન્ટરનેશનલ બોલ પર જ સિક્સર ફટકારી હતી અને ત્યાર બાદ હાફ સેન્ચ્યુરી ફટકારી હતી. બસ ત્યારથી જ તે ટીમ ઈન્ડિયાનો એક મહત્ત્વનો હિસ્સો બની ગયો છે.

સૂર્યકુમાર યાદવ તેની અગ્રેસિવ ગેમની સાથે સાથે જ ટેટૂપ્રેમ માટે પણ ખૂબ જ જાણીતો છે. આજે અમે તમને અહીં સૂર્યકુમારના ટેટુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ અને જણાવીશું તેના ટેટુના અર્થ વિશે.

સૂર્યકુમારે માઓરી ટેટુની નીચે પત્ની દેવિશાના નામનું ટેટુ કરાવ્યું છે હવે એ વાત તો બધા જાણે છે કે સૂર્યકુમારની પત્ની દિલની ખુબ જ નજીક છે. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવના હાથ પર એક ટેટૂ છે, જેને લોકો નોટિકલ સ્ટાર ટેટૂ તરીકે ઓળખે છે અને આ ટેટુને દિશાઓના પ્રતિક સમાન ગણવામાં આવે છે.

T-20માં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરી રહેલાં સૂર્યકુમાર યાદવ પોતાના માતા-પિતાને પણ ખુબ પ્રેમ કરે છે અને તેણે આઈપીએલ 2014 પહેલાં એમ્બિગ્રામ ટેટૂમાં એક બાજુ સપના અને બીજી બાજુ અશોકના નામનું ટેટુ કરાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સપના તેની માતા અને અશોક તેના પિતાનું નામ છે. આ બાબતે સૂર્યાએ કહ્યું હતું કે જ્યારે મને KKR એટલે કોલકતા નાઈટ રાઈડર્સ માટે પસંદ કરવામાં આવ્યો હતો ત્યારે મેં તેમના નામ એમ્બિગ્રામ ફોર્મમાં રાખ્યા હતા અને ટેટુ કરાવ્યું હતું.

જોકે, સૂર્યાના શરીર પર હજી બે ઈન્ટ્રેસ્ટિંગ ટેટુ તેણે કરાવ્યા છે અને એ ટેટુ કરાવવા પાછળની સ્ટોરી એવી છે કે જ્યારે IPL 2014ની સિઝન શરૂ થઈ હતી ત્યારે જ સૂર્યકુમાર યાદવે નક્કી કર્યું કે જો તેની ટીમ કોલકતા નાઈટ રાઈડર્સ સિઝનમાં ચેમ્પિયન બનશે, તો તે પોતાના હાથ પર તેના માતા-પિતાના ચહેરાનું ટેટૂ કરાવશે અને એ સિઝનમાં તેની ટીમ ચેમ્પિયન બની હતી અને તેણે માતાપિતાના ચહેરાનું ટેટુ બનાવડાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button