સચિન વાઝેને ચિંતા સતાવી રહી છે ઝૂમકાની, કોર્ટમાં અરજી આપીને કરી આવી માગણી….
મુંબઈઃ મુંબઈ પોલીસ દળના સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝે હાલમાં તળોજા જેલમાં છે અને આ જેલમાં પણ તેમની ઉટપટાંગ હરકતો ચાલું જ છે. હવે સચિન વાઝેએ જેલમાં રહીને પણ એક બિલાડીના બચ્ચાને દત્તક લેવા માટે કોર્ટમાં અરજી કરી હોવાની માહિતી સામે આવી રહી છે.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના એન્ટાલિયાની બહાર વિસ્ફોટક મૂકવાના પ્રકરણમાં સચિન વાઝે આરોપી છે. તેમ જ રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અનિલ દેશમુખના 100 કરોડ રૂપિયાના આર્થિક ગેરવ્યવહારમાં પણ સચિન વાઝે આરોપી છે. આ પ્રકરણે તે હાલમાં તળોજા જેલમાં છે અને આ જ દરમિના તેમણે મુંબઈ સેશન્સ કોર્ટની સ્પેશિયલ એનઆઈએ કોર્ટને અરજી કરીને એક એક વિચિત્ર માગણી કરી છે. આ માંગીણી સાંભળીને બધાની આંખો પહોળી થઈ ગઈ છે.
સચિન વાઝે જે સેલમાં છે ત્યાં બિલાડીનું એક બચ્ચું બીમાર છે અને આ બચ્ચાને દત્તક લેવા માટે જ સચિન વાઝેએ કોર્ટમાં અરજી કરી છે. મુંબઈ સેશન્સ કોર્ટની સ્પેશિયલ એનઆઈએ કોર્ટમાં તેમણે આ અરજી કરી છે. સચિન વાઝેની આ માગણી બાદ જેલ પ્રશાસનને જવાબ આપવાનો આદેશ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે.
જેલમાં રહેલું ઝુમકા નામનું બિલાડીનું બચ્ચુ નબળું હોઈ તેને વિશેષ દેખભાળની જરૂર છે એવો દાવો અરજીમાં કરવામાં આવ્યો છે. પોતે એક પ્રાણીમિત્ર હોઈ આ પહેલાં પણ રખડતાં શ્વાન અને બિલાડીઓને બચાવીને તેમની સંભાળ રાખી હોવાની માહિતી સચિને પોતાની અરજીમાં આપી છે.
કોર્ટે પણ સચિન વાઝેની આ માગણી બાદ જેલ પ્રશાસનને જવાબ આપવા જણાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે એન્ટાલિયા ખાતે વિસ્ફોટક મૂકવા પ્રકરણે મનસુખ હિરેન હત્યા પ્રકરણમાં તળોજા જેલમાં છે.