પત્ની અને દીકરીને મારવા માટે પતિએ કરી એવી હરકત, જાણીને ચોંકી જશો!
ગંજમઃ ઓડિશાના ગંજમ જિલ્લામાં પતિએ પોતાની પત્ની અને દીકરીના રૂમમાં ઝેરીલો સાપ છોડી તેમની હત્યા કરી નાખતા પોલીસ પ્રશાસન દોડતું થઈ ગયું હતું. આ મામલે પોલીસે 25 વર્ષના આરોપી પતિની ધરપકડ કરી હતી. પોલીસ રિપોર્ટ મુજબ આરોપીની ઓળખ અધેગામના રહેવાસી ગણેશ પાત્રા તરીકે કરવામાં આવી છે. ગણેશ પાત્રા અને બસંતીના 2020માં લગ્ન થયા હતા અને તેઓને એક બે વર્ષની દીકરી હોવાનું પોલીસે જણાવ્યુ હતું.
આરોપી ગણેશે ગયા મહિને એક મદારી પાસેથી ધાર્મિક વિધિ માટે કોબ્રા જાતિનો ઝેરી સાપ ખરીદ્યો હતો. ત્યાર બાદ ગણેશે આ સાપને પ્લાસ્ટિકના ડબ્બામાં રાખ્યો હતો અને તક મળતા તેને તેની પત્ની અને દીકરીના રૂમમાં છોડી આરોપી બીજા રૂમમાં ઊંઘવા માટે ગયો હતો. ત્યાર બાદ સવારે પત્ની અને દીકરીને સાપ કરડવાથી તેમનું મૃત્યુ થયું હતું, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ ઘટનાની જાણ થતાં પોલીસે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો પણ આરોપી મહિલાના માતાપિતાએ ગણેશ સામે એફઆઇઆર નોંધી હતી ત્યાર બાદ આ મામલે તપાસ કરતાં ગણેશે પત્ની અને દીકરીને મારવા સાપ છોડ્યો હોવાનું જાણવા મળ્યું હતું..
પોલીસે આરોપી ગણેશની એક મહિના બાદ ધરપકડ કરવામાં આવી હતી ત્યાર બાદ પૂછપરછ વખતે શરૂઆતમાં તેણે દરેક આરોપોને નકારી કાઢ્યા હતા. પોલીસે વધુ તપાસ કરતાં આરોપીને તેના ગુનાની કબૂલાત કરી હતી હવે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.