આવા દિવસો આવી ગયા ભાઈજાનના? ઈવેન્ટમાં પહોંચ્યો આવા શૂઝ પહેરીને…
બોલીવૂડના ભાઈજાન સલમાન ખાનની વાત જ નિરાલી છે અને એકથી એક ચઢિયાતી સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ પણ ભાઈજાનના મગજમાં સ્ટારડમની રાઈ નથી ભરાઈ. પરંતુ ભાઈજાનની આ જ સિમ્પલિસિટીની એક તસવીર સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. આ તસવીર જોઈને તમે પણ એવું ચોક્કસ કહી ઉઠશો કે ભાઈજાન એ બધાની જાન છે. જોકે, કેટલાક લોકોએ આ ફોટો જઈને ભાઈજાનની મજાક પણ ઉડાવી છે. આવો જોઈએ કે આખરે શું છે મામલો-
વાત જાણે એમ છે કે હાલમાં જ યોજાયેલા એક ફિલ્મના પ્રીમિયર દરમિયાન સલમાન ખાનના લૂકને જોઈને લોકો ચોંકી ઉઠ્યા હતા, કારણ કે આ ઈવેન્ટમાં સલમાન ખાનના લૂક અને કપડાંથી વધુ લોકોનું ધ્યાન તેણે પહેરેલાં શૂઝ પર ગયું હતું. સલમાન આ ઈવેન્ટમાં ફાટેલાં અને સિલાઈ ખૂલી ગઈ હોય એવા શૂઝ પહેરીને ઈવેન્ટમાં પહોંચ્યો હતો.
સલમાનના આ શૂઝના ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે અને લોકો એના પર કમેન્ટ્સનો વરસાદ વરસાવી રહ્યા છે. આ ફોટો અને તેના વાઈરલ થવાની સ્પીડ જ જણાવી રહી છે કે સલમાન ખાન કોઈ પણ પ્રકારના કપડાં-ચંપલ પછી એ ફાટેલાં જ કેમ ના હોય પણ તેનો સ્વેગ ઓછો નથી થતો.
સોશિયલ મીડિયા પર નેટિઝન્સમાં અલગ અલગ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે આ ફોટો જોઈએ. કેટલાક લોકો આને સલ્લુનો સ્વેગ કહે છે તો કેટલાક લોકોની નજરમાં સલમાન ખરેખર બીઈંગ હ્યુમન છે. એક યુઝરે સલમાનના આ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે એટલા અમીર બનો કે જ્યારે તમે ફાટેલા શૂઝ પહેરો તો લોકો એને તમારી મજબૂરી નહીં પણ સિમ્પલિસિટી ગણે. બીજા એક યુઝરે લખ્યું છે કે સલમાન ભાઈ પર બધું જ સૂટ કરે છે. જ્યારે ત્રીજા એક યુઝરે કમેન્ટ સેક્શનમાં એવું લખ્યું છે કે અરે ભાઈ આ જ ફેશન છે સલમાન ભાઈની. આ જ શૂઝ તમને બીઈંગ હ્યુમનમાં 20,000 રૂપિયામાં મળશે.
જોકે, સલમાનના આ શૂઝને જોઈને એક કોન્ટ્રોવર્સી પણ છે. સલમાન ખાન હોય અને ત્યાં કોન્ટ્રોવર્સી ના થાય એવું તો કઈ રીતે બની શકે? એવું કહેવાઈ રહ્યું છે કે સલમાન ખાન જ્યારે ઈવેન્ટમાં આવ્યો હતો ત્યારે તો એના શૂઝ એકદમ નવા અને ચમકદાર હતા અને ત્યાર બાદ થોડાક સમયમાં જ તે ફાટેલા શૂઝમાં જોવા મળ્યો. એવું બની શકે છે કે આ ઈવેન્ટમાં તેણે પોતાના શૂઝ કોઈ સાથે બદલાવ્યા હોય. એવું પણ બની શકે છે કે સલમાને કોઈ મિત્રના શૂઝ પહેરીને એને પોતાના નવા શૂઝ આપી દીધા હોય. આખિર ભાઈજાનનું દિલ તો દરિયા કરતાં પણ વિશાળ છે ને?