આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર હેમંતઋતુ), શુક્રવાર, તા. ૨૪-૧૧-૨૦૨૩,
તુલસી વિવાહ આરંભ, પ્રદોષ
ભારતીય દિનાંક ૩, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક સુદ-૧૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ સુદ-૧૨
પારસી શહેનશાહી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૯મો આદર, માહે ૯મો આદર, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૯મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૨મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર રેવતી સાંજે ક. ૧૬-૦૦ સુધી, પછી અશ્ર્વિની.
ચંદ્ર મીનમાં સાંજે ક. ૧૬-૦૦ સુધી, પછી મેષમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ), મેષ (અ, લ, ઈ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૨, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૦ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૮, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૨ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૦૯-૦૬, રાત્રે ક. ૨૨-૧૭
ઓટ: બપોરે ક. ૧૫-૩૭, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૫૭ (તા. ૨૫)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, કાર્તિક શુક્લ – દ્વાદશી. તિથિવાસર સાંજે ક. ૧૬-૦૧ સુધી, મન્વાદિ, ચાતુર્માસ સમાપ્તિ, તુલસી વિવાહા આરંભ, ગરુડ દ્વાદશી (ઓરિસ્સા), પ્રદોષ, ગુરુ તેગબહાદુર શહીદ દિન, અમૃતસિદ્ધિયોગ સૂર્યોદયથી સાંજે ક. ૧૬-૦૧. પંચક સમાપ્તિ સાંજે ક. ૧૬-૦૧.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ભૂમિ, ખાતમુહૂર્ત, વાસ્તુકળશ, પૂષા દેવતાનું પૂજન, તર્પણ શ્રાદ્ધ, તીર્થયાત્રા, પ્રદોષ, વ્રત ઉપવાસ, શિવપાર્વતી પૂજા, જપ-તપ કીર્તન, ભજન, રાત્રિ જાગરણ, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, નવા વસ્રો, આભૂષણ, વાસણ, વાહન, પશુ લે-વેંચ, યંત્ર પ્રારંભ, દસ્તાવેજ, દુકાન-વેપાર, ખેતીવાડી, ધાન્ય ભરવું, પ્રયાણ શુભ, નામકરણ, દેવદર્શન અન્નપ્રાશન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર નામ વાંચન, શેરડીના શુકન કરવા, ઘરના આંગણે, ઘરના દરવાજે શેરડીના સાંઠા બાંધવા, હાથીની લેવડદેવડ. શુક્રના અભ્યાસ મુજબ સોનું-ચાંદી વગેરે કિંમતી ધાતુ તથા ધાન્યનાં ભાવ સ્થિર જળવાઈ રહેશે. શનિના અભ્યાસ મુજબ ધાન્યનાં ભાવમાં મંદી આવે. કૃષિ ઉત્પાદન સારું રહેશે. કેટલેક ઠેકાણે પશુઓમાં રોગોની વૃદ્ધિ થાય.
આચમન: ચંદ્ર-રાહુ યુતિ નિષ્ફળતાનો ભય
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ યુતિ, શુક્ર ચિત્રા પ્રવેશ, શનિ શતભિષા પ્રવેશ,
ગોચરગ્રહો: સૂર્ય-વૃશ્ર્ચિક, મંગળ-વૃશ્ર્ચિક, બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-મેષ, શુક્ર-ક્ધયા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.