મરણ નોંધ

જૈન મરણ

ગઢડા હાલ બોરીવલી મહેશભાઇ ડેલીવાળા (શાહ) (ઉં. વ. ૬૫) તા. ૨૨-૧૧-૨૩ના બુધવારનાં અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રમણિકલાલ નાનચંદ ડેલીવાલાનાં પુત્ર. તે કૈલાસબેનનાં પતિ. પિનલ તથા ઋષભનાં પિતા. ધારા તથા સલોનીનાં સસરા. મહેન્દ્રભાઇ, નલિનભાઇ તથા સ્વ. સોનલબેન કૌશિકભાઇ બાવીસીનાં ભાઇ. સ્વ. રસીકલાલ બાબુલાલ શાહ (ઉમરાળાવાળા)ના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૨૫-૧૧-૨૩ના શનિવારે ૧૦થી ૧૨. ઠે. પાવનધામ મહાવીરનગર, કાંદિવલી (વેસ્ટ) બન્ને પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મુંબઇ હાલ સાંતાક્રુઝ નિલેષ (ઉં. વ. ૫૬) તે સ્વ. અનોપચંદ ચમનલાલ બાવીસીના પુત્ર તે વિનોદ, હિતેશના ભાઇ. તે નિતાના પતિ. તે રાહુલ-રિયાના પિતા. તે જીતુભાઇ ભરવાડાના જમાઇ. તા. ૨૨-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
બિદડાના મુલચંદ દેઢીયા (ઉં.વ. ૭૩) ૨૧-૧૧ના અવસાન પામેલ છે. રત્નકુક્ષી કેસરબેન પદમશીના સુપુત્ર. નિર્મળાના પતિ. કિર્તી, સંજય, રેખાના પિતા. કલ્યાણજી, લક્ષ્મીચંદ, અમૃત, ચંદન, સંસારપક્ષે મનોજ્ઞચંદ્ર મ.સા., ઉપાધ્યાય ભુવનચંદ્ર મ.સા.ના ભાઈ. બેરાજાના હાંસબાઈ ભવાનજી માલદેના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નિર્મળા મુલચંદ, સી-૪૦૨, એકોર્ડ સોસાયટી, ગણેશ તળાવ, કાંદીવલી વિલેજ (વે). મું. ૬૭.
ટોડાના રજનીશ વલ્લભજી ગાલા (ઉં.વ. ૫૯) તા. ૨૨-૧૧-૨૩ના અવસાન પામેલ છે. કસ્તુરબેન વલ્લભજી ગાલાના સુપુત્ર. મીનાના જીવનસાથી. ચિન્મય, સંકેતના પિતાશ્રી. અજય, અજીત, મનોજના ભાઈ. ગઢસીસાના મંજુલાબેન નાનજી દેઢિયાના જમાઈ. પ્રાર્થના: શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ સં. શ્રી કરશન લધુ નિસર હોલ, ૧લે માળે, દાદર (વે.). સમય: ૪ થી ૫.૩૦. નિ. મીના રજનીશ ગાલા, જશ વિલા, બીજે માળે, ન્યુ મરીન લાઈન્સ, લીબર્ટી સિનેમા સામે, મુંબઈ-૨૦.
મોટા લાયજાના શાંતાબેન વિશનજી મોતા (ઉં.વ. ૮૧) તા. ૧૭-૧૧-૨૩ના અવસાન પામેલ છે. મણીબેન ઝવેરીલાલ છેડાના સુપુત્રી. વિસનજીના પત્ની. કિશોર, નિલેશ, મયુરના માતુશ્રી. ટેકચંદભાઈ, પ્રાણલાલભાઈ, વેલજીભાઈ, નર્મદાબેન, ચંદનબેન, મધુરીબેન, ચંદનબાળા, મંજુલાબેન, દયાબેનના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ.: નિલેશ વિશનજી મોતા, બિલ્ડીંગ નંબર પ, રૂમ નંબર ર પુનિત નગર, સાવન પાર્ક, અંબરનાથ (ઇસ્ટ).
લાખાપુર હાલે ડુમરાના હરીલાલ લખમશી છેડા (ઉં.વ. ૭૩) તા. ૧૯-૧૧-૨૩ના અવસાન પામેલ છે. નાનબાઈ લખમશીના પુત્ર. પુષ્પાબેનના પતિ. રોહિત, સંદીપ, કૌસ્તુભના પિતા. લાખાપુર રતીલાલ, રમેશ, રસીક, રતન (રેખા), અમૃત, ભારતીના ભાઈ. રતાડીયા ગ. સાકરબેન જાદવજી લધુભાઈ સાલીયાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. હરીલાલ છેડા, મેઘ હીર, રામાણીયા ફરીયો, ડુમરા-૩૭૦૪૯૦. રોહિત હરીલાલ છેડા. ૩૦૪, આશીર્વાદ, સુમનતાઈ મ્હાત્રે માર્ગ, વડાલા, મું. ૩૧.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભંડારીયા (કામળીયા), હાલ બોરીવલી સ્વ. શાંતાબેન હેમચંદ ફુલચંદ શાહના સુપુત્ર બળવંતભાઈ (ઉં.વ. ૭૧), દીનાબેનના પતિ. વસંતબેન ચંપકલાલ, કળાબેન નિરંજનભાઈ, લતાબેન પ્રદીપભાઈ, હર્ષાબેન હિતેશભાઈ, શૈલેશ-બીના, રાજેશ-ઇલાના ભાઈ. હાર્દિક-અવની, પુ. સાધ્વીજી મોક્ષયશાશ્રીજીના સંસારી પિતા. સિહોર નિવાસી સ્વ. સંઘવી વસંતરાય ઠાકરશીભાઈના જમાઈ. મંગળવાર, તા. ૨૧/૧૧/૨૩ કારતક સુદ ૧૦ના રોજ અરિહંતશરણ પામ્યા છે. ભાવયાત્રા તા. ૨૫/૧૧/૨૩ શનિવાર ૧૦ થી ૧૨.૦૦. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. સ્થળ: શાંતાબા સભાગૃહ, અશોકનગર, સી. યુ. શાહ સ્કૂલની બાજુમાં, કાંદીવલી (ઈસ્ટ).
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
સાવરકુંડલા (જૂના સાવર), હાલ મુલુંડ, સ્વ. ચંદ્રકાંતભાઈ માવજીભાઈ વોરાના ધર્મપત્ની નીલાબેન (ઉં.વ. ૭૭), તા. ૨૨/૧૧/૨૩ના અવસાન પામેલ છે. તે સંજય અને મનીષના માતુશ્રી. ચેતના અને નેહલના સાસુ. હીરલ, વત્સલ, હેનીલ અને ક્રિષાના દાદી. સ્વ. શારદાબેન હરજીવનદાસ, સ્વ. કલ્પનાબેન દલસુખરાયના દેરાણી. પિયરપક્ષે- શિહોર નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. લલ્લુભાઈ રતનશીભાઈ શાહના દીકરી. બંનેપક્ષની સાદડી શનિવાર, તા. ૨૫/૧૧/૨૩ના ૯.૩૦ થી ૧૧.૩૦. કોનાર્ક ઇન્દ્રપ્રસ્થ કો.હા.સો.લી. ક્લબ હાઉસ, સર્વોદય નગર, જૈન મંદિર રોડ, મુલુંડ (પ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જેતપુર, હાલ કાંદિવલી સ્વ. રમણીકલાલ પરમાણંદદાસ કોઠારીના ધર્મપત્ની શારદાબેન કોઠારી (ઉં.વ. ૮૭) તા. ૨૧-૧૧-૨૩, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે સતીષ, સ્મિતા, પરેશના માતુશ્રી. બિનાબેન (વિલાસ), હિતેનભાઈ નટવરલાલ મહેતા, પ્રિતીના સાસુ. જયાબેન પ્રવિણચંદ્ર, રમીલાબેન વિનોદભાઈ, બળવંતભાઈ, કમળાબેન અભેચંદ પંચમિયા, નિર્મળાબેન વેણીલાલ મહેતા, અનિતાબેન ધીરેનભાઈ રૂપાણીના ભાભી. પિયર પક્ષે નવલચંદ કીરચંદ ટોળિયા અમરેલીના દિકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગોડવાલ જૈન
ગામ સાંડેરાવ, હાલ બોરીવલી મદનરાજજી ધોકા (ઉં.વ. ૬૯) તા. ૨૨-૧૧-૨૩, બુધવારના અરિહંતશરણ પામ્યા છે. તે બદામીબેન સ્વ. હસ્તીમલજી ધોકાના પુત્ર. વલમાબાઈના પતિ. લલિતજી, સરોજ સુકનરાજજી રાંકાના ભાઈ. મુકેશ, અમિત, સમિત, નિકેશ, નિકિતાના પિતા. સ્વ. દીપચંદજી જોધરાજજી શ્રીશ્રીમાલ લાટાડા નિવાસીના જમાઈ. ભાવયાત્રા તા. ૨૪-૧૧-૨૩, શુક્રવારના ૧૧ થી ૧ સર્વોદય હોલ, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી વેસ્ટ. બંને પક્ષની ભાવયાત્રા સાથે રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
ઉમરાળા, હાલ ઘાટકોપર સ્વ. નવિનભાઈ ભીખાલાલ ગાંધી મધુબેન ગાંધીના પુત્ર કલ્પેશભાઈ (ઉં.વ. ૫૦) તા. ૨૨-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે અ. સૌ. ધારિણીબેનના પતિ. જલ્પાબેનના વડીલ બંધુ. ભરતભાઈ ફુલચંદભાઈ ડગલીના જમાઈ. સ્વ. હસમુખભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, રાજુભાઈના ભત્રીજા. નિલેશભાઈ મણીલાલ શાહના ભાણેજ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button