ટામેટા સાથે અન્ય શાકભાજીના ભાવ પણ આસમાને
પુણે: સપ્ટેમ્બર, ઑક્ટોબરમાં ટામેટાના ભાવમાં રાહત મળ્યા બાદ છૂટક બજારમાં ટામેટાની કિંમત ફરી ૬૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. અન્ય શાકભાજીઓના ભાવમાં પણ ૧૦ થી ૨૦ રૂ.નો વધારો થયો છે.
પૂણે, નાશિક, સોલાપુર અને સતારા જિલ્લામાંથી મુંબઈ, થાણે અને ઉપનગરોના બજારમાં શાકભાજીની આયાત કરવામાં આવે છે. છેલ્લા દસ દિવસથી બજારમાં શાકભાજીની આવકમાં પાંચ થી ૧૦ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. પરિણામે જથ્થાબંધ બજારમાં શાકભાજીના ભાવમાં પ્રતિ કિલો ૨ થી ૧૨ રૂપિયાનો વધારો થયો છે, તેમાં ફણસી, ગુવાર, કારેલા, સીમલા મરચા, પરવડ સુરણનો સમાવેશ થાય છે. છૂટક બજારમાં આ શાકભાજીના ભાવમાં ૧૦થી ૨૦ રૂપિયાનો વધારો થયો છે. આ તમામ શાકભાજી ૬૦થી ૮૦ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે. જૂનથી ઑગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી ટામેટાના ભાવમાં સતત વધારો થયો હોવાથી ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં ટામેટાંનું સારું વાવેતર થયું હતું. હવે સપ્ટેમ્બર પહેલાના વાવેતરથી ટામેટાંની ઉપજ ઘટી છે. બજારોમાં ટામેટાંની આવકમાં ઘટાડો થતાં ભાવમાં વધારો નોંધાયો છે. ઉ